Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દ્વારકા જીલ્લામાં ભાજપદ્વારા ૧પ દિ' ઉજવણી

ખંભાળીયા તા. ર૮: ભારતમાં કેન્‍દ્રમાં ભાજપની સરકારને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ આઠ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં પંદર દિવસ સુધી સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તથા ટીમ દ્વારા આયોજન હાથ ધરાયું છે.

તા. ૩૦-પ-રરના સેવા સુસાશન સંદર્ભે ભાજપની વર્ચ્‍યુઅલ મીટીંગ થશે તા. ૩૧-પના રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ સાથે વીડીયો મીટીંગ, તા. ૧-૬ના ભાજપ રાજય પ્રમુખ સી. આર. પાટીલ વીડીયો મીટીંગમાં આઠ વર્ષની કેન્‍દ્ર સરકારની સિધ્‍ધિઓ વર્ણવશે.

તા. ર/૩ જુનના જિલ્લા કક્ષાએ આગેવાનોની ઉપસ્‍થિતિમાં કોન્‍ફરન્‍સ યોજાશે. તા. પ/૬ના કિશાન મોરચાના તથા સખી મંડળના કાર્યક્રમો થશે તા. ૭/૬ના અનુ.ફ જાતિ મોરચાના કાર્યક્રમો સ્‍કૂલની મુલાકાત થશે તા. ૯/૬ના પછાત વર્ગ તરફથી ખાટલા બેઠક થશે, તા. ૧૦/૧૧/૧ર ઉપરથી રાજયના કાર્યક્રમો મુજબ તા. ૧ર-૬ના મંડળ ક્‍ક્ષાએ કાર્યક્રમો તા. ૧૩-૬ના ખાટલા બેઠક યોજાશે.

દેવભૂમિ દ્વારકા ભાજપ તમામ મોરચા તથા તમામ દશેય મંડળોના કાર્યકરો હોદેદારો આ કાર્યક્રમોમાં જોડાશે.

(11:41 am IST)