Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કાલે આધ્‍યાત્‍મિક ગુરૂ જગ્‍ગી વાસુદેવ જામનગરમાં : રાજવી પરિવારના મહેમાન બનશે

કાલે બપોરે આગમન થશે : સાંજે માટી બચાવો અભિયાન વિશે પ્રવચન આપશે : લોકોમાં ભારે ઉત્‍સાહ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૮ : કાલે તા. ૨૯ને રવિવારે આધ્‍યાત્‍મિક ગુરૂ જગ્‍ગી વાસુદેવજી જામનગરના મહેમાન બનશે. તેઓશ્રી રાજવી પેલેસ ખાતે રાજવી શત્રુશલ્‍યસિંહજી જાડેજાના આમંત્રણને માન આપીને જામનગર પધારી રહ્યા છે.

કાલે જગ્‍ગી વાસુદેવજીનું બપોરે ૧ વાગ્‍યે જામનગર પોર્ટ ખાતે ભારતીય નૌસેના દ્વારા આવી પહોંચશે અને કાલે સાંજે ૫.૩૦ વાગ્‍યે સદ્‌ગુરૂનું ભારતમાં માટી બચાવોનું પહેલું જાહેર સંબોધન પ્રતાપ વિલાસ પેલેસ, જામનગર ખાતે પ્રવચન આપશે.

જામનગરના નેક નામદાર રાજવી શ્રી જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને માન આપી ઇશા ફાઉન્‍ડેશનના સદ્‌્‌ગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવ તા. ર૯ ના પ્રતાપવિલાસ પેલેસ પધારી રહ્યા છે. સદ્‌્‌ગુરૂ જગ્‍ગી વાસુદેવ વિશ્વભરના ર૯ દેશોમાં ૩૦ હજાર કિલો મીટરની બાઇક સવારી કરી માટી બચાવો અભિયાન માટે જનજાગૃતિનું બીડું ઝડપ્‍યું છે તેઓની આ બાઇક યાત્રાને સમગ્ર વિશ્વમાં બહોળો પ્રતિસાદ સાંપડયો  છે, સદગુરૂ જગ્‍ગી વાસુદેવ તેમની યાત્રા પૂર્ણ કરી ભારતમાં પ્રથમ જામનગર પધારી  રહ્યા છે જે એક ઐતિહાસિક પ્રસંગ બનવા જઇ રહ્યો છે.

ઓમાન મસ્‍કદથી આવતું સદ્‌્‌ગુરૂનું વહાણ બપોરે૧ર-૩૦ વાગ્‍યે નવા બેડીબંદર પહોંચશે જયાં રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા તેઓનું સ્‍વાગત કરશે. ત્‍યારબાદ જામનગરનાં ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધીઓ તેઓનું સ્‍વાગત કરશે. સદગુરૂનાં સ્‍વાગત કચ્‍છી ઢોલના નાદથી કરવામાં આવશે. ત્‍યારબાદ સદ્‌્‌ગુરૂ મીડિયાને સંબોધન કરશે.

સદ્‌્‌ગુરૂ વિભિન્ન સંસ્‍થાઓના પ્રતિનિધીઓને મળી આઇ. એન. એસ. વાલસુરા તરફ પ્રસ્‍થાન કરશે. જયાં તેમનું સ્‍વાગત નેવીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નોંધને પાત્ર છે કે નવાનગર સ્‍ટેટની ચાર ગાડીઓનો કાફલો તેમની સાથે  ચાલશે.

ત્‍યારબાદ આઇ. એન. એસ. વાલસુરા થી સદ્‌્‌ગુરૂ જામસાહેબને મળવા તેઓના નિવાસ સ્‍થાન પહોંચશે અને જામસાહેબ સાથે અલગ અલગ મુદાઓ પર ચર્ચા  કરશે જયાંથી સદ્‌્‌ગુરૂ પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે.

સાંજે ૪.૩૦ વાગ્‍યે સદ્‌્‌ગુરૂ ‘' અંતગર્ત મીડિયા અને સોશ્‍યલ મીડીયા અને ઇન્‍ફલુએર્ન્‍શને સંબોધિત કરશે.

સાંજે પ.૩૦ વાગ્‍યે ડી. કે. વી. સર્કલથી સદ્‌્‌ગુરૂ પેલેસ રોડ તરફ પ્રસ્‍થાન કરશે ત્‍યાં ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.પ્રતાપ વિલાસ પેલેસમાં કચ્‍છી કારીગરોની પ્રદર્શની નિહાળી સદ્‌્‌ગુરૂ મહાનુભાવો વચ્‍ચે પધારશે. ત્‍યારબાદ ડાયસ  પર પધારી સદ્‌્‌ગુરૂ લોકોને ૪પ મિનીટ માટે સંબોધિત કરશે.

જામનગરની જનતાને પ્રથમવાર જામસાહેબના આંગણે કાર્યક્રમને નિહાળવાનો અવસર મળશે. આ તકે જામનગરની જનતાને નવાપોર્ટ પર સવારે ૧૧ વાગ્‍યે તેમજ સાંજે  પ વાગ્‍યે ડી. કે. વી. સર્કલથી પેલેસ રોડ સુધી સદ્‌્‌ગુરૂને આવકારવાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ માણવાનો મોકો મળશે.

જામનગર બંદરે દિગ્‍વીજયસિંહજીના વખતે પોલેન્‍ડના વિદ્યાર્થી ઉતરેલ ત્‍યારબાદ પ્રથમ વખત જામનગર બંદરે જગ્‍ગી વાસુદેવ ઉતરવાના છે. સોમવારે સવારે નવ વાગ્‍યે નાસ્‍તો કરી રાજકોટ જવા રવાના થશે.

(12:03 pm IST)