Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જામનગર ડિફેન્‍સ કોલોનીમાં બાળકોના ઝગડામાં મોટેરાઓએ મારામારી કરતા એક મોત : એક ગંભીર : સામસામી ફરીયાદ

જામનગરના ડિફેન્‍સ કોલોની વિસ્‍તારમાં મહિલા - પુરુષ વચ્‍ચે માથાકુટ થઈ હતી. આ માથાકૂટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતાં ભરત રૂડાચ નામના યુવાનનું ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્‍યું છે. જ્‍યારે એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થતા જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.(તસવીરઃકિંજલ કારસરીયાઃ જામનગર)

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મોમૈયાભાઈ રાયદેભાઈ ગઢવી, ઉ.વ.૪૦, રે. ડિફેન્‍સ કોલોની, ગાયત્રી મંદિરવાળી શેરી, એરફોર્સ-૧, રોડએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના ફરીયાદી મોમૈયાભાઈના પુત્ર રોહિતે આરોપી રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઈ

ગઢવીના નાના બાળકને ઠપકો આપતા આરોપી રાયસુર ઉર્ફે બાઘો માલદેભાઈ ગઢવી એ ફરીયાદી મોમૈયાભાઈના પુત્ર રોહિતેન ભુંડી ગાળો બોલી ઝાપટ મારતા ફરીયાદી મોમૈયાભાઈ એ આરોપી રાયસુર ઉર્ફે બોઘાડ ને ગાળોભુંડા બોલવાની ના પાડતા આરોપી રાયસુર ઉર્ફે બોઘો એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદી મોમૈયાભાઈને ગાળોભુંડા બોલી છરી થી જમણા પગમાં ગોઠણ નીચે અંદરના ભાગે અને કપાળમાં છરીના ઘા મારી દેતા ફરીયાદી મોમૈયાભાઈ નીચે પડી જતા ફરીયાદી મોમૈયાભાઈની બાજુમાં રહેતા તેના કૌટુંબીક સાળા ભરતભાઈ રણમલભાઈ રૂડાચ ના વચ્‍ચે પડી છોડાવવા જતા આરોપી રાયસુર ઉર્ફે બોઘોએ ભરતભાઈને ભુંડી ગાળો બોલી છરી વડે હુમલો કરી ડાબા પગમાં ગોઠણના ઉપરના ભાગે સાથળમાં છરીનો એક ઘા મારી મોત નિપજાવેલ અને આરોપી મટુબેન માલદેભાઈ દાવાભાઈ ગઢવી એ ફરીયાદી મોમૈયાભાઈ તથા મરણજનાર ભરતભાઈને ગાળોબોલી ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મટુબેન માલદેભાઈ રૂડાચ, ઉ.વ.૬૦, રે. ડિફેન્‍સ કોલોની, ગાયત્રી મંદિરવાળી શેરી, એરફોર્સ-૧, રોડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના ફરીયાદી  મટુબેનનો પૌત્ર કરણ ઉ.વ.૩ વાળો તથા તેના પાડોશી ભુરાભાઈનો  દિકરો રૂદ્ર ઉ.વ.૩ વાળો સાથે રમતા હતા ત્‍યારે આરોપી મોમૈયાભાઈ રાયદેભાઈ ગઢવી ના પુત્ર રોહિતે નાના બાળકને ઠપકો આપતા ફરીયાદી મટુબેનની દિકરી માલીબેને રોહિતને ઠપકો આપતા આરોપી મોમૈયાભાઈ ઘર બહાર નીકળી ફરીયાદી મટુબેનના દિકરા રાયસુર ઉર્ફે બોઘા સાથે માથાકુટ કરી ઢીકાપાટુનો માર મારવા લાગતા આરોપી ભરતભાઈ રણમલભાઈ રૂડાચ આવી જઈ ફરીયાદી મટુબેનના દિકરા રાયસુરને મારવા લાગતા ફરીયાદી મટુબેન છોડાવવા વચ્‍ચે પડતા  ફરીયાદી મટુબેનને ધારીયા જેવા હથીયારથી કપાળમાં એક ઘા મારી દીધેલ અને ફરીયાદી મટુબેનના દિકરા રાયસુર ઉર્ફે બોઘા ને બંન્‍ને આરોપીઓએ આડેધડ માર મારી નાની મોટી ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:46 pm IST)