Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પોરબંદર જમીન શરતભંગ : નાયબ કલેક્‍ટરને બરખાસ્‍ત કરવાની ફરિયાદની ફાઇલ ગુમ ?

સંબંધિત વિભાગમાંથી ફાઇલ મળતી ન હોય આરટીઆઇનો સમયસર જવાબ આપી શકાશે નહીં તેવું મહેસુલ વિભાગમાંથી જણાવ્‍યું

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૮ ચેમ્‍બર ઓફ કોમસંની જમીન શરત ભંગ પ્રકરણમાં નાયબ કલેટરને ફરજમાંથી બરખાસ્‍ત કરવાની ફરીયાદની ર્ંફાઈલ મહેસુલ વિભાગ,ગાંધીનગર માંથી ગાયબ થયાનું સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવીયાએ જણાવેલ છે.

  ચેમ્‍બરના  જમીન શરત ભંગમાં  બનાવટી અહેવાલ  સંબંધે નાયબ કલેકટર કે. વી. બાટીને બરખાસ્‍ત કરવા  માટે મુખ્‍યમંત્રી કાર્યાલયે મહેસુલ વિભાગને અરજી કરી કાર્યવાહી કરવાનું જણાવેલ અનેઅરજદાર દિનેશભાઇ માંડવિયાની તા. ૨૧-૦૩-૨રની ફરીયાદ આરટીઆઇ અરજી સબંધે પુછપરછ બાદ કરતા મહેસુલ વિભાગમાંથી મોબાઈલ નંબર  ઉપરથી  કોલ આવેલ અને જણાવેલ કે,  આપની કે. વી બાટીની ફરીયાદની ફાઈલ મુખ્‍યમંત્રી કાર્યાલય તરફથી   મોકલાવેલ તે કચેરીમાં સબંધીત વિભાગમાં મળતી નથી. તેથી આ સબંધે તમોએ આ.ટી.આઈની અરજી કરેલ છે. તેનો જવાબ સમયસર આપી શકાશે નહી. તેવો મહેસુલ વિભાગ તરફથી જવાબ મળ્‍યાનું સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવિયાએ જણાવેલ છે.

(12:50 pm IST)