Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ધોરાજીમાં ચોરાઉ વાહન વેચવા જતા ઝડપાઇ ગયો

ધોરાજી, તા.૨૮: પોલીસ સ્‍ટેશનમાં સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ ધોરાજી પો.સ્‍ટે. વિસ્‍તારમાથી ચોરાયેલ મો.સા.સાથે એક શખ્‍સ ધોરાજી પોલીસ સ્‍ટેશનમાં કાર્યરત HAWK EYE સીસી ટીવીમા ચોરીમા ગયેલ બ્‍લેક કલરના એકટીવા મો.સા.સાથે એક શખ્‍સ નીકળતો હોઇ જેથી સદરહુ ઇસમની બાતમીદારો થી તેમજ સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ આરોપીને શોધતા હતા દરમ્‍યાન હકીકત મળેલ કે આઇ.પી.સી કલમ ૩૭૯ના કામે ચોરાયેલ મો.સા એક શખ્‍સ નદીબજારમાંથી ખ્‍વાજા બાપુની દરગાહ વાળા ગ્રાઉન્‍ડ તરફ વેચવા જતો હોવાની હકીકત મળતા  મો.સાની વોચમાં હતા દરમ્‍યાન ઉપરોકત વર્ણન વાળા નંબર પ્‍લેટ વગરના એકટીવા મો.સા. સાથે એક શખ્‍સ નીકળતા તેના ચેચીસ નંબર પોકેટ કોપમા નાખી સર્ચ કરતા સદરહુ મો.સા.ઉપરોકત ચોરીના કામે ગયેલ મો.સા. હોઇ જેથી આરોપી પાસે થી મો.સા સાથે હસ્‍તગત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ પકડાયેલ આરોપી ગુલામહુસેન સલીમભાઇ રફાઇ ફકીર ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.જેતપુર નવાગઢ મેઇનરોડ ઉપર કબ્‍જે કરેલ મુદામાલ માં હોન્‍ડા એકટીવા મો.સા. આગળ પાછળ નંબર પ્‍લેટ નથી ચેસીસ નંબર JF૦૮૨A૭૮૫૧૧૮૪૯ તથા તેના એન્‍જીન નંબર જોતા જેએફ૦૮ઇ૮૬૯૦૬૯૮ કી.રૂ.૧૫,૦૦૦/- મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીને ઝડપી લેવાની કામગીરી કરનાર  એ.બી.ગોહિલ પોલીસ ઇન્‍સ. ધોરાજી પો.સ્‍ટે  રમેશભાઇ બોદર એ.એસ.આઇ હીતેશભાઇ ગરેજા એ.એસ.આઇ  અરવીંદસિંહ જાડેજા પો.કોન્‍સ  રવિરાજસિહ વાળા પો.કોન્‍સ  રવિરાજસિંહ જાડેજા  પો.કોન્‍સ -ેમજીભાઇ કીહલા પો.કોન્‍સ  જયસુખભાઇ ગારંભડીયા પો.કોન્‍સ  ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્‍સ  સલમાબેન શૈયમ વુમન પો.કોન્‍સ વિગેરે સ્‍ટાફ રોકાયો હતો.

(12:50 pm IST)