Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જુનાગઢનાં એસ.ટી. બસ સ્‍ટેશનમાંથી બે મહિલાની વિદેશી દારૂ સાથે ધરપકડ

રૂા. ૪પ હજારનો દારૂ કબ્‍જે કરાયો

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮: જુનાગઢનાં એસ.ટી. બસ સ્‍ટેશનમાંથી પોલીસે બે મહિલાની રૂા. ૪પ હજારનાં વિદેશી દારૂ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુનાગઢનાં એસ.ટી. બસ સ્‍ટેશનમાં પુછપરછ બારી પાસે બે મહિલાની શંકાસ્‍પદ હિલચાલ જણાતા બી ડીવીઝનનાં પી.આઇ. આર. એસ. પટેલનાં માર્ગદર્શનમાં પોલીસ જમાદાર ભનુભાઇ ઓડેદરા, દિનેશ જીલડીયા, વનરાજસિંહ, સંજયભાઇ તથા નિતીનભાઇ વગેરેએ બંને મહિલાનાં સામાનની તલાશી લીધી હતી.

જેમાં દાહોદનાં મોટી મવડી ગામની ઉર્મિલાબેન નુસરસંગ નીનામા મધ્‍ય પ્રદેશના જામવાની કુમલીબેન છગન ગણાવાનાં સામાનમાંથી રૂા. ૪પ હજારની કિંમતનાં વિદેશી દારૂની કુલ ૪પ૦ નાની બોટલો મળી આવી હતી.

આથી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી દારૂ તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા. ૪૬ હજારનો મુદામાલ કબ્‍જે કરી બંને સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)