Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોરબીમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ચાર પકડાયા, બે શખ્‍સો છનન

માળીયા અને મોરબી એ-ડિવીઝન પોલીસે વરલીના આંકડા લેતા બેને ઝડપી લીધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૮ :  મોરબીમાં કબીર ટેકરી પર જાહેરમાં ધમધમતા જુગારધામ પર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે રેઇડ કરી ચારને ઝડપી લીધા હતા. જ્‍યારે બે શખસો છનન થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી કબીર ટેકરી શેરી નં-૩માં જાહેરમાં ધમધમતા જુગારધામ  ઉપર દરોડા પાડ્‍યા હતા. અને આરોપી નીજામ સલીમભાઇ મોવર,ᅠજુનેદ હુશેનભાઇ કુરેશી,ᅠયોગેશ મગનભાઇ વાઘાણી અને કિશનભાઇ દિલીપ કાનાબારને રોકડ રકમ રૂ.૧૭૦૦૦ સાથે ઝડપી પાડ્‍યા હતા જયારે ફરાર થઈ ગયેલ આરોપી હાજી મુસા કુરેશી અને સીકંદર ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઇ શેખને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ પોલીસે આᅠ૭ᅠઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ મોરબી એ-ડિવિઝન પોલીસે મોરબી લખધીરવાસ ચોકમાં જાહેરમા ᅠસાથે વર્લી ફીચરના આકડા લખાવી હારજીત જુગાર રમતા ફારૂકાશા જુમાશા શાહમદારને રોકડા રૂ.૩૧૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્‍ય કિસ્‍સામાં માળીયા પોલીસે ખીરઇ ગામના ચોરના ચોક પાસે દરોડા પાડી વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરોપી જુનેદ સલેમાનભાઇ સામતાણીની રોકડા રૂ. ૬૨૦ની રોકડ રકમ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)