Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સાવરકુંડલાના બાઢડામાં ફાટક ખોલવાનુ કહીને ધમકી

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: સાવરકુંડલા તાલુકાના બાઢડા   ગામે રેલ્‍વે ફાટકમેન સોૈરભભાઇ રામશકલભાઇ વર્મા ઉ.વ.૨૮ને પોતે ફાટકમેન તરીકે ફરજ ઉપર હોય તા.૨૫/ ૫ ના રાત્રીના ૯:૪૫ કલાકે મહુવા રોડ બાઢડા ફાટક ઉપર હોય અને ટ્રેન બાઢડા રેલ્‍વે ફાટકે નિકળવાની હોવાથી ફાટક બંધ કરેલ તે દરમિયાન બાઢડાના નિવૃત આર્મીમેન અશ્‍વિન ચિથરભાઇ જમોર પોતાનું બાઇક લઇને બાઢડાથી સાવરકુંડલા જતા હોય અને ફાટક હોવાથી બાઇક ઉભુ રાખી નિચે ઉતરી ફાટકમેન સોૈરભભાઇને ગાળો બોલી ફાટક ખોલવાનું જણાવતા સોૈરભભાઇએ સુરક્ષાને ઘ્‍યાને લઇ ફાટક ન ખોલતા ગાળો બોલી ઘમકી આપી રેલ્‍વે ટ્રેક વચ્‍ચે ઉભા રહીને ટ્રેન રોકવાનો પ્રયત્‍ન કરી ગુન્‍હો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

ધમકી

ધારી જુના બસસ્‍ટેશન પાછળ જુના ઇસુબગઢમાં રહેતા આંબાભાઇ મોહનભાઇ વરમોરા ઉ.વ.૬૨ તેમજ સામાવાળાઓ કુટુંબીઓ થતા હોય અને મનદુઃખ હોય જેનો રાગદ્રેશ રાખી ઘર પાસે બોલાવી નિલેશ કનુભાઇ વરમોરા, ભરત કનુભાઇ વરમોરા રહે.ધારીવાળાએ ગાળો બોલી કુહાડા અને પાઇપ વડે માર મારી ઘમકી આપ્‍યાની ઘારી પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

મોત

દામનગરના નારાયણ નગર ગોદડીયા નગર-૧ માં રહેતી તબસ્‍સુમબેન આરીફભાઇ ખોખર ઉ.વ.૨૬ની દિકરી બિમાર રહેતી હોય અને લોહીના ટકા ઘટી જતા હોય જેની ચિંતાના કારણે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું અફસાનાબેન યુનુસભાઇ ખોખરે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છ.

જુગાર

ખાંભાના પીપળવા તેમજ લાઠીમાં તીનપતીનો જુગાર રમતા શખ્‍સોની પોલીસે જામેલી બાજી ઉંઘી પાડી હતી અને સાત શખ્‍સોને રૂા.૧૮,૯૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ખાંભા તાલુકાના પીપળવા ગામે રસીલાબેન હિંમતભાઇ ગોસ્‍વામી, અજય કાળુભાઇ સરવેૈયા, લાલજી પાંચાભાઇ ગોહીલ સહિત ચારને પો.કોન્‍સ.સહદેવભાઇ મકવાણાએ રોકડ રૂા.૪૦૫૦ ના મુદામાલ સાથે તેમજ લાઠી મહાવીર નગર આંગણવાડી પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશ રઘુભાઇ વિસા, ઇમરાન યાસીનભાઇ કુરેશી સહિત ત્રણ શખ્‍સોને પો.કોન્‍સ.હરેશભાઇ વાળાએ રોકડ રૂા,૧૪,૯૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

મોત

તાલુકાના કેરાળા વીરડીયા ગામની સીેમમાં અર્જુનસિંહ લુમસિંહ રાજપુત

ઉ.વ.૪૦ ટ્રેકટરની ટ્રોલીેમાં વાડીએ માલ ભરતી વખતે ટ્રોલીમાંથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ થતા રાજકોટ દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મૃત્‍યુ પામ્‍યાનું મનમોહનસિંહ રાજપુતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

ધારી તાલુકાના પાદરગઢ ગામે રહેતા ઉદયભાઇ બાવકુભાઇ વાળા ઉ.વ.૨૮ની વાડીએ તેજ ગામના કના વીરાભાઇ વાળા, કરણ કનુભાઇ વાળાએ જેસીબી લઇ ગેરકાયદેસર પ્રવેશ કરી રોકતા ઉશ્‍કેરાઇ પાઇપ અને પાવડા વડે માર મારી જમણા હાથે ફેકચર કરી ધમકી આપ્‍યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

મોત

તાલુકાના ગમા પીપળીયા ગામે રહેતી પુર્વીતાબેન મઘુભાઇ વાઘેલા ઉ.વ.૩૦કોઇપણ કારણોસર પોતાની મેળે ઘરે એસીડ પી જતા પ્રથમ બાબરા અને વઘુ સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું મઘુભાઇ વાઘેલાએ બાબરાપોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(2:52 pm IST)