Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વંથલીમાં રાવણાનો ભાવ ઐતિહાસિકઃ ખેડૂતોને ૧ કિલોના ૭૩૦ ઉપજ્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૮:  ફળોના હબ કહેવાતા વંથલીમાં હાલ રાવણા એટલે કે જાંબુની સીઝન ચાલી રહી છે વંથલી ઉપરાંત શાપુર,નાના કાજલિયાળા,વિજાપુર,પ્‍લાસવા તેમજ મેંદરડા તાલુકામાંથી ખેડૂતો હરાજી માટે વંથલી માર્કેટિંગ ખાતે આવે છે ત્‍યારે હરાજીમાં ૧ કિલોના ૭૩૦ ઉપજતા રાવણાના ભાવ કાજુ સમકક્ષ થઈ ગયા છે ઓછા ઉત્‍પાદનમાં પણ વિક્રમજનક ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી વ્‍યાપી ગઈ છે  ગયા વર્ષે વાવાઝોડું, અનિયમિત વાતાવરણના કારણે કેરીની જેમ રાવણાના પાકને પણ ભારે નુકશાન પહોચતા દર વર્ષ કરતા આ વખતે માત્ર ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન થવાનો અંદાજ છે આ અંગે વંથલી ફ્રુટ માર્કેટના કમિશન એજન્‍ટ દિનેશભાઇ કાનગડે જણાવ્‍યું હતું કે હું ૨૨ વર્ષથી ફ્રુટ માર્કેટ સાથે સંકળાયેલ છુ ત્‍યારે ચાલુ વર્ષે હરાજીમાં ખેડૂતોને ૧ કિલો રાવણાના વિક્રમજનક ભાવ  રૂ.૭૩૦ ઉપજતા અત્‍યાર સુધીમાં ખેડૂતોને પ્રથમ વખત આવા ભાવ મળતાં ઓછા ઉત્‍પાદન વચ્‍ચે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે હાલ ૧ ડાલામાં ૭ થી ૮ કિલો એવા રોજના ૯૦ થી ૧૦૦ ડાલાની આવક થઈ રહી છે વંથલી ઉપરાંત જૂનાગઢ તેમજ મેંદરડા તાલુકાના ગામોમાં રાવણાનું પુષ્‍કળ ઉત્‍પાદન થાય છે વંથલી યાર્ડમાંથી મહારાષ્‍ટ્ર, કલકત્તા, દિલ્લી જેવા રાજ્‍યોમાં રાવણાની નિકાસ થાય છે હજી ૧ મહિના સુધી રાવણાની આવક ચાલુ રહેશે.

(1:28 pm IST)