Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કાજલી ગામે બાંદ્રા ઉગારામબાપાની જગ્‍યાના મહંત ગોરધનબાપાનું સ્‍વાગત

પ્રભાસ : વેરાવળ તાલુકાના કાજલી ગામે બાન્‍દ્રા ની ઉગારામબાપા ની જગ્‍યા ના મહંત ૧૦૦૮ ગોરધનબાપ પધારેલા હતા ત્‍યારે વણકરસમાજના લોકો દ્વારા તેમનુ ભવ્‍ય સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ અને  કળશ ધારી નાની દિકરીઓ દ્વારા તેમને કંકુ તિલક કરી આવકારેલ. ગોરધબાપાએ સંજયભાઈ ભજગોતર ની ધરે પધરામણી કરેલ જ્‍યાં સંજયભાઈ દ્વારા તેમની આરતી ઉતારવામાં આવી આવેલ અને ત્‍યાંથી જેઠાભાઈ કરશનભાઈ રાઠોડ ની ધરે પધારેલા આ તેકે ગોરધનબાપા ના દર્શન કરવા તેમના સેવક ગણ વેરાવળ અને આજુબાજુના ના વિસ્‍તારમાં થી પધારેલા હતા અને સંત ના ચરણો મા વંદન કરેલ હતા. (તસ્‍વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(1:29 pm IST)