Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જામનગરમાં યુવકનો આપઘાતઃ સરમતમા પરિણીતાએ જાત જલાવીઃ બાળક દાઝયો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: અહીં શંકરટેકરી રામનગરમાં રહેતા નારૂભાઈ મેઘાભાઈ બગડા, ઉ.વ.૪૬ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭-પ-ર૦રરના આ કામે મરણજનાર હિતેશભાઈ નારૂભાઈ બગડા, ઉ.વ.ર૦, રે. શંકર ટેકરી, રામનગર, શંકર ભગવાનના મંદિર પાસે વાળાએ અગમ્‍ય કારણોસર પોતાના રૂમમાં લોખંડના આડહરમાં ખાટલાની પટ્ટી વડે જાતેથી ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સબીરભાઈ જુસબભાઈ સુધાગુણીયા, ઉ.વ.૩૩, રે. ગુલાબનગર, વાંઝાવાસ, કાદરી ચોકવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના ગુલાબનગર રીલાયન્‍સ પેટ્રોલ પંપના ઢાળીયા પાસે, આરોપી અબ્‍દુલ ઉર્ફે જબુ કેશરી એ જુના મનદુઃખના કારણે ફરીયાદી સબીરભાઈ ઉપર તલવાર વડે એક ઘા જમણા હાથના કાંડા પર મારી ફેકચરની ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અજાણ્‍યો ઈસમ એ ગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સિકકા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ. સી.ટી.પરમાર એ સિકકા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬-પ-ર૦રરના સરમત ગામે મરણજનાર નીતાબેન મુકેશભાઈ નારણભાઈ ભાંભી, ઉ.વ.૩૩, રે. રામાપીર મંદિર સામેવાળા પોતાની જાતે પોતાના હાથે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી સળગી જતા રાડારાડી કરતા ઘરમાં સુતેલ તેમનો દિકરો લખન ઉ.વ.આ.૩ વાળો તેની માતાને બાથભીડી ચોટી જતા બંન્‍ને શરીરે દાજી જતા બનાવ બનવા પામ્‍યો હતો.

બેડીના નાકે દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના બેડીના નાકે જાહેર રોડ પર આરોપી હરેશભાઈ કિશોરભાઈ ચૌહાણ ગેરકાદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની ર બોટલ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના સ્‍વામીનારાયણ નગર, મામા સાહેબના મંદિર પાસે, આરોપી વિવેક ઉર્ફે લાલો જયરાજભાઈ ચૌહાણ, ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં વિદેશી દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચ પર જુગાર રમતો ઝડપાયો : ત્રણ ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. હિતેશભાઈ મેરામણભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના કડીયાવાડ ક્રિષ્‍ના હોટલની બાજુમાં શીવલાલ જયરામભાઈ ધાણાવાળા નામની મુખવાસની રેકડી પાસે, જામનગરમાં આરોપી વિજય ઉર્ફે ધાણાવાળા અમૃતલાલ વશીયર એ પોતાના મોબાઈલમાં ભારત દેશમાં રમાતા આઈ.પી.એલ. ટુનામેન્‍ટની રોયો ચેલેન્‍જર્સ બેંગ્‍લોર વિ. રાજસ્‍થાન રોયલ્‍સ વચ્‍ચે રમાતી ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી મોબાઈલ પર પોતાના ગ્રાહક આરોપી યોગેશભાઈ  તથા વિકી પિન્‍ટુ નાનાણી વાળા પાસે કરાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧,ર૬,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂ.૩,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી યોગેશ, વિકીભાઈ, પિન્‍ટુ નાનાણીની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયો કાઢવા બાબતનો ખાર રાખી માર માર્યો

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં નરેન્‍દ્ર જબ્‍બર સિંગ, ઉ.વ.૪૧, રે. બાલાજી સિકયુરીટી સર્વીસ કે.સી.-૧, કાના છિકારીની બાજુમાં, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના ફરીયાદી નરેન્‍દ્ર ની ફરજના સ્‍થળે ગાયો આવેલ હોય જે ગાયોને ફરીયાદી નરેન્‍દ્ર એ બહાર કાઢેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ મહાવીરસિંહ તથા અજાણ્‍યો માણસ, રે. કાના છીકારી ગામ વાળા ત્‍યાં આવી ફરીયાદી નેરન્‍દ્રનો કાઠલો પકડી કાનના ભાગે થપ્‍પડ મારી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

બાણુગાર ગામના પાટીયા પાસે દારૂના જથ્‍થા સાથે ઝડપાયો : બે ફરાર

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-પ-ર૦રરના  નાની બાણુગાર ગામના પાટીયા પાસે રોડ ઉપર આરોપી હિંમત ઉર્ફે હાર્દિક સુરેશભાઈ જોઈશર, જામનગરવાળા સીલ્‍વર કલરની આઈ ટર્વેન્‍ટી કાર વાહન રજીસ્‍ટર નં. જી.જે.-૦૧-આર.જે.-ર૮૯ર માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની દારૂ મેકડોવેલ્‍સ નં.૧, વ્‍હીસ્‍કી બોટલ નંગ-૧૩૧, કિંમત રૂ.૬પ,પ૦૦/- તથા રોયલ ચેલેન્‍જ કલાસીક પ્રીમીયમ વ્‍હીસ્‍કી બોટલ નંગ-ર૧૬, કિંમત રૂ.૧,૦૮,૦૦૦/- કુલ બોટલ નંગ-૩૪૭ મળી કુલ રૂ.૧,૭૩,પ૦૦/- ના મુદામાલ તથા આઈ ટર્વેન્‍ટી કાર વાહન કિંમત રૂ.પ,૦૦,૦૦૦/- તથા એક મોબાઈલ કિંમત રૂ.૩૦૦૦/- મળી કુલ મુદામાલ ૬,૭૬,પ૦૦/- ના મુદામાલ પોતાના કબ્‍જામાં રાખી હેરાફેરી કરી ગુનો કરેલ છે. તથા આરોપી ભીમરાજ એ ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો પુરો પાડી તથા આરોપી પાર્થ ઉર્ફે જાબલી કટારીયા એ દારૂનો જથ્‍થો મંગાવનારની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:47 pm IST)