Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામકંડોરણામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને અગ્નિપથ યોજનાના વિરોધમાં મામલતદારને આવેદન

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૮ : તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્‍દ્રસિંહ વાળાની આગેવાની નીચે મામલતદારને મોંઘવારી અને અગ્નિપથ યોજનાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યુ હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે છેલ્લા ઘણા વર્ષથી કેન્‍દ્ર સરકારની પ્રજા વિરોધી નીતી અને સરમુખત્‍યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્‍ત બનેલી છે પ્રજા વિજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલ છે.

જ્‍યારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્‍દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે જે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્‍ધતિને બાજુએ મુકી અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલુ પગલુ છે જેને કારણે દેશભરના નવયુવાને જેઓ લશ્‍કરમાં જોડાવા માંગતા હોય તેઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

જ્‍યારે હંમેશની જેમ સત્‍ય અને પ્રજાને પડખે રહેવાની નીતી અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નવયુવાને વિરોધ સામે પ્રજાનો અવાજ બુલંદ કરે છે કેન્‍દ્રની ભાજપ સરકાર દેશની જનતા તથા નવયુવાનો પર રહેમ કરે તેવી માંગ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર આપતી વેળાએ રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન ભુત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સેજુલભાઇ ભુત,જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરિટભાઇ પાનેલીયા, જેતપુર તાલુકા ઉપપ્રમુખ દીપકભાઇ વઘાસીયા, જેતપુર જામકંડોરણા એન.એસ.યુ.આઇ પ્રમુખ નીતીનભાઇ મકવાણા તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી.

(9:47 am IST)