Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વડિયા મામલતદાર ઓફિસના કરાર આધારિત કર્મચારીની ઉદારતા, અરજદાર મહિલાનું ભુલાયેલુ પર્સ પરત પહોંચાડયુ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૨૮ : વડિયા મામલતદાર કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં નજીવા પગારથી કરાર આધારિત નોકરી કરતા જનસેવાના કર્મચારીઓ ચિરાગ પડાયા અને ચિરાગ ચુડાસમા પાસે એક મહિલા અરજદાર કામ સબબ આવેલા હતા.

ત્‍યારે મહિલા અરજદાર પોતાનું પૈસા સાથેનું પર્સ ભૂલી જતા આ બંને કર્મચારીઓને ધ્‍યાને આવતા તપાસ કરી કોઈ લોભ લાલચ માં આવ્‍યા વગર પ્રામાણિકતા થી તે મહિલાને રૂબરૂ તેનું પર્સ સહી સલામત પહોંચાડી એવું કર્તવ્‍ય નિષ્ઠા અને પ્રામાણિકતા નુ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. ત્‍યારે આવા કર્મચારીઓ કર્તવ્‍ય નિષ્ઠાથી લોકો, અરજદારો અને અધિકારીએ અભિનંદન પાઠવ્‍યા હતા. 

(9:49 am IST)