Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીના ૬૦ માં જન્મદિવસની ઉજવણી કરાઈ

અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગના વડા સૌરભભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહી શ્રમજીવી વસાહતના ગરીબ બાળકોને ભોજન પીરસ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

કચ્છને કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી ના જન્મ દિન પ્રસંગે મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી. આ પ્રસંગે અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગના વડા સૌરભ ભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહી શ્રમજીવી વસાહતના ગરીબ બાળકો ને ભોજન પીરસ્યું હતું. તેમની સાથે અદાણી ગ્રુપના પાર્થ ભાઈ અદાણી, રમેશભાઈ આયડી અને વિજય ભાઈ ગુંસાઈએ ઉપસ્થિત રહી આ ગરીબ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુન્દ્રાના યુવા પત્રકાર અને જન સેવા સંસ્થાના મુખ્ય સંયોજક રાજ સંઘવીના માધ્યનથી શ્રમજીવી વસાહતના ૩૦૦ જેટલાં ગરીબ બાળકો ને ગુજરાતી ભોજન સાથે વિવિધ મિષ્ટાન પીરસાયા હતા. આ ઉપરાંત જરૂરત મંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશન કિટો નું વિતરણ કરવા માં આવ્યું હતું. સાથે સાથે મુન્દ્રાની આસપાસની અન્ય શ્રમજીવી વસાહતોના બાળકો ને ચોકલેટ, જેલી, વેફર્સ પેકેટ, બિસ્કિટ નું વિતરણ કરાતા  નાના ભૂલકાઓ ખુશ ખુશ થઈ ગયા હતા. તો જીવદયા અંતર્ગત પક્ષીઓ ને ચણ, શ્વાનો ને બિસ્કિટ અને ગાય ને ગોળ નું વિતરણ કરવા માં આવ્યું હતું. જન સેવા સંસ્થા કાર્યરત થઈ એ સમયે ગૌતમભાઈ અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ના પ્રયાસો થી જન સેવા ને મીની ટેમ્પો છોટા હાથી વાહન સેવાકીય કાર્યો માટે ભેટ અપાયું હતું.

આજે આ સેવાકીય વાહન દ્વારા જરૂરત મંદ લોકો ને ભોજન, જુના કપડાં, રાશન કીટ સહિત ની વિવિધ સામગ્રીઓનું વિતરણ કરાઈ રહ્યું છે. જન સેવા ને અદાણી ગ્રુપ નો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અદાણી ગ્રુપ ના ચેરમેન મા શ્રી ગૌતમ ભાઈ અદાણી ના ૬૦ મા જન્મદિન પ્રસંગે મુન્દ્રા ની જન સેવા સંસ્થા મંગલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભગવાન મહાવીર અને પૂજ્ય જલારામબાપા સમક્ષ પ્રાર્થના કરી હતી

(10:46 am IST)