Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કચ્છના અંજારમાં ધો.૧૨ના વિદ્યાર્થીએ સહપાઠી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર

પીઠ ઉપર ઝનૂન પૂર્વક મારેલી છરી ફેફસા સુધી ઘુસી ગઈ, સામાન્ય બોલાચાલીમાં હુમલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 અંજારની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં સામાન્ય બોલાચાલીમાં એક વિદ્યાર્થીએ પોતાના સહપાઠી વિદ્યાર્થી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. બે દિવસ પહેલાં બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ચાલુ શાળા એ રીસેસમાં છરી વડે હુમલો કરાયો હતો. હત્યાના આ પ્રયાસમાં આરોપી છાત્રએ પોતાના સહપાઠી ઉપર ઝનૂન પૂર્વક છરી વડે પીઠ પાછળ ઘા કર્યો હતો. પરંતુ આ ઘા એવો ઊંડો ગયો હતો કે છેક ફેફસા સુધી ઘા પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત વિધાર્થીમે તાત્કાલિક ભુજ સારવાર માટે ખસેડાયો હતો. અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન હુમલો કરનાર આરોપી વિદ્યાર્થી શાળા માં છરી લઈ આવતો હોવાની ચર્ચા છે. જોકે, ચાલુ શાળાએ રીસેસમાં હુમલાના આ બનાવને પગલે અન્ય વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા તો વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

(9:54 am IST)