Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કોટડાસાંગાણીનાં વાદીપરામાં વિજ કરંટથી મોત થતા મૃતકના વારસદારને ૧૯.૯૧ લાખનું વળતર ચુકવવા પીજીવીસીએલને કોર્ટનો આદેશ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ,તા. ૨૮ : રાજકોટ જીલ્લા કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામે રહેતા જેન્‍તીભાઇ રવજીભાઇ મોરીને તા. ૧/૨/૨૦૧૬ ના રોજ ટ્રક નં. જીજે-૧૦-વી-૯૩૯૬માં મજુર તરીકે માલ લોડીંગ કરતા હતા ત્‍યારે જીવંત વીજ વાયર્સને અડી જતા ટ્રક ઉપરથી નીચે પડી ગયા હતા.

અકસ્‍માતમાં જેન્‍તીભાઇ ગંભીર ઇજા સબબ મૃત્‍યુ થયેલ જે બદલ ઉરોકત ટ્રકના ચાલક, માલીક, વિમા કંપની તેમજ પીજીવીસીએલ વિરૂધ્‍ધ ગોંડલની મોટર એકસી. કલેઇમ ટ્રીબ્‍યુનલ સમક્ષ વારસદારો દ્વારા કલેઇમ દાખલ કરેલ જે કલેઇમ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા વળતરની અરજીની તારીખથી ૯ ટકા ચડત વ્‍યાજ અને ખર્ચ સહીત રૂા. ૧૯,૯૧,૪૫૦ ગુજરનારના વારસાદરને ચુકવી આપવાનો વાહનના માલીક અને વિમા કંપની બજાજ એલાયન્‍સ જનરલ ઇન્‍સ્‍યુ કાુ. તેમજ પીજીવીસીએલને હુકમ કરેલ છે. આ કેસમાં મૃતકના વારસદારો વતી એડવોકેટ એસ.આર. સરધારીયા તથા જી.એ.સુરૈયા રોકાયેલ હતા.

(10:14 am IST)