Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉપલેટામાં મોટી પાનેલીમાં જુગાર રમતા ૫ ઝડપાયા

ઉપલેટા,તા. ૨૮ : ગઈકાલે ઉપલેટાના મોટી પાનેલી ગામે આવેલ આઉટ પોસ્‍ટના પોલીસ જમાદાર મેરૂભાઈ રાજાભાઇ મકવાણા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન નદીના પટમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે નદીના પટમાંથી જુગાર રમતા પાંચ વ્‍યક્‍તિ જુગાર રમતા ઝડપી પાડેલા હતા.

જે પાંચ વ્‍યક્‍તિની ધરપકડ જુગાર રમતા કરવામાં આવેલ છે તેમાં ભગવાનજી લાખા પરમાર કારાભાઈ જયંતીભાઈ ઉનપરા વિજય ભગવાનજી વડાલીયારાકેશ વિઠ્ઠલ ઝિંઝુવાડીયા કોમલ મનસુખ વડાલીયાને ફૂલ્‍જર નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા રૂપિયા ૫૮૦૦ સાથે ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(10:18 am IST)