Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગોંડલમાં રાહિલ શાહમદાર પર ત્રણ શખ્‍સોનો છરીથી હુમલો

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં વોરા કોટડા રોડ પર પંચશીલની ધાર પાસે રહેતાં રાહિલ યુનુસભાઇ શાહમદાર (ઉ.વ.૨૫) નામના યુવાન પર રાત્રીના સાડા દસેક વાગ્‍યે ગુંદાળા રોડ પર હતો ત્‍યારે હુમલો થતાં ઇજાઓ થવાથી પ્રથમ ગોંડલ ક્રિષ્‍ના હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર એઝાઝ, હરપાલસિંહ સહિતે છરીથી હુમલો કર્યાનું જણાવતાં ગોંડલ પોલીસને જાણ કરાઇ હતી. જો કે રાહિલ પ્રાથમિક સારવાર લઇ રાતે જ હોસ્‍પિટલમાંથી રજા લઇ જતો રહ્યો હતો. ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)