Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉનામાં કુટણખાનુ ચલાવતી મહિલા સહિત ૩ ઝડપાયા

માણેક ચોક પાસે રહેણાંક મકાનમાં બહારથીસ્ત્રીઓ લાવી ગ્રાહકોને બોલાવી દેહ વ્‍યાપાર કરાવતો હતો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૮ :.. શહેર મધ્‍યે માણેક ચોક પાસે કુટણખાનુ ચલાવતી હફીનીબેન સુમરા નામની મહિલા સહિત ૩ શખ્‍સોને પોલીસે દરોડો પાડીને પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.
પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દરસીંગ પવાર જુનાગઢ રેન્‍જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જી. બી. બાંભણીયા વેરાવળ વિભાગ, વેરાવળ નાઓના માર્ગદર્શન હેઠળ સુચના મુજબ અને બાતમી હકીકત આધારે માણેક ચોકની પાસે રહેતા હફીજાબેન દાદાભાઇ સુમરા પોતાના ભોગવટા વાળા મકાનમાં બહારથીસ્ત્રીઓને બોલાવી લાવી તથા બહારથી ગ્રાહકો બોલાવી પૈસા લઇ દેહ વેપારનો ધંધો કરાવતા હોય જેથી આ જગ્‍યાએ રેઇડ દરમ્‍યાન આરોપીઓ (૧) હફીજાબેન દાદાભાઇ સુમરા, ખીમાભાઇ ભાણાભાઇ વાઘેલા, કોળી ઉ.૪પ રહે. ખાણ વાળા તથા રાજુભાઇ હકાભાઇ મકવાણા કોળી ઉ.૧૯ રહે. ખારા વિસ્‍તાર ઉના વાળાઓને કુટણખાનાના સાહીત્‍ય સાથે પકડી તેઓ વિરૂધ્‍ધમાં ઉના પોલીસ સ્‍ટેશન ખાતે ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્‍સ એકટ મુજબનો ગુન્‍હો રજી. કરી તપાસ પો. સબ. ઇન્‍સ. એ. વી. સાંખટ નાઓ ચલાવી રહ્યા છે.
માણેક ચોક પાસે કુટણખાનું ચાલતુ હોવાની બાતમી એમ. યુ. મસી, પોલીસ ઈ. ને મળતા દરોડાની કામગીરી પીએસઆઇ ડી. બી. લાખણોત્રા તથા મહિલા લોકરક્ષક હંસાબેન જીવાભાઇ તથા પો. કો. ધર્મેન્‍દ્રસિંહ હરાજભાઇ તથા પો. હેઙ કો. નિલેશભાઇ છગનભાઇ તથા પો. કો. જશપાલભાઇ પ્રતાપભાઇ તથા પો. કો. ભીખુશા બચશા વિગેરે કરી હતી.

 

(11:03 am IST)