Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કોડીનારમાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા મશરૂમ ઉછેર તાલીમ કાર્યક્રમ

કોડિનાર : કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર અને મહિલા સામખ્‍ય ગીર સોમનાથના સંયુક્‍ત ઉપક્રમે મશરૂમ ઉછેર તાલીમ કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિષય નિષ્‍ણાંત (મશરૂમ ઉછેર) જે.આ૨. તળાવીયા, ડો.હંસાબેન ગામી, વિષય નિષ્‍ણાંત (ગળહ વિજ્ઞાન) દ્વારા મશરૂમ ઉછેર તાલીમની થીયરી તથા પ્રેકટીકલ તાલીમ અપાઇ હતી. ઉષાબેન સોજીત્રા, મહિલા સંકલન અધિકારીના સહયોગ દ્વારા જિલ્લાના ૧૪ જેટલા ગામોના અંદાજે ૩પ જેટલા બહેનોએ  તાલીમ મેળવી હતી. જેમાં મશરૂમ વાવેતર કરી બેગો તૈયાર કરવામાં આવી હતી. તાલીમને સફળ બનાવવા મહિલા સામખ્‍યના આરતીબેન, રંજનબેન, હેતલબેન તથા મંગળાબેનએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ :  અશોક પાઠક કોડિનાર)

(11:36 am IST)