Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાવનગરમાં શુક્રવારે અષાઢી બીજની ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા

જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, કિર્તીબેન દાણીધારીયા તથા સંતો-મહંતો ઉપસ્‍થિત રહેશે


(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮:  ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્‍વ. શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે ૩૭ મી રથયાત્રા તા.૧- ૭ ને શુક્રવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાષાોકત વિધિથી સ્‍થાપના કરી પૂજા - અર્ચન ક૨વામાં આવશે. અને સંતો, મહંતો, મહામંડલેશ્વ૨ શ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્‌ હસ્‍તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા' વિધિ તથા  ‘પહિન્‍દ'વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્‍થાન કરાવવામાં આવશે. તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ હરૂભાઈ ગોંડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. આ વરસની રથયાત્રા યુ - ટયુબ ચેનલ ઉપર લાઈવ જોવા મળશે જે ચેનલનું નામ Shri Jagannathji Rathyatra Bhavnagar છે. આ ઉપરાંત ફેસબુક ઉપ ૨ પણ રથયાત્રા સમિતિના ફેસબુક પેજ Shri Jagannathji Rathyatra Bhavnagar ૫૨ યુ - ટયુબની લીક દ્વારા જોવા મળશે જે રથયાત્રાના પેજ પર શેર કરેલ હશે.
રથયાત્રા સમિતિના મહામંત્રીશ્રી મનસુખભાઈ પંજવાણીએ જણાવેલ કે ભગવાનના વાધા પરંપરાગત રીતે વર્ષોથી બનાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે ભગવાનના સુંદર કલાત્‍મક વાઘા બનાવવામાં આવેલ છે અને દર વર્ષે ભગવાનના વાધા બનાવવાની સેવા આપતા હરજીવનભાઈ દાણીધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે. તેમજ વાધાનું અને સાફાનું કાપડ રથયાત્રા સમિતિના મંત્રીશ્રી કરશનભાઈ વસાણી પરિવાર તરફથી સેવામાં મળેલ છે.
આ ઉપરાંત ભગવાનના કલાત્‍મક સાફા બનાવવાની સેવા શ્રી પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ, કાળિયાબીડવાળા દ્વારા મળેલ છે. રથયાત્રા સમિતિના મંત્રીશ્રી ક ૨ શનભાઈ વસાણીએ જણાવેલ કે ભાવનગરમાં આ વર્ષે કોરોનાની બે વર્ષની મહામારી બાદની પરંપરાગત નીકળતી ભવ્‍ય રથયાત્રા નીકળવાની હોવાથી ભગવાનના પ્રત્‍યક્ષ દર્શન થવાના હોવાથી લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રધ્‍ધાભેર રાહ જોઇ રહ્યા છે અને પોતાના વિસ્‍તારોને ધજા, પતાકા, રોશની કંપનીઓ, વેપારીઓ, સંસ્‍થાઓ દ્વારા સ્‍વાગત કમાનો દ્વારા શણગારી રહ્યા છે તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી - જુદી પ્રસાદીની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી રહી છે.
રથયાત્રા સમિતિના આગેવાન શ્રી અનિરૂદ્ધસિંહજી ગોહિલે જણાવેલ કે આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્‍યવસ્‍થા દાતાઓ અને ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ છે. રથયાત્રા સમિતિના આગેવાન શ્રી પાર્થભાઈ ગોંડલિયાએ જણાવેલ કે આ વર્ષે રથયાત્રામાં મંત્રી જીતુભાઈ વાઘાણી,  પૂર્વ મંત્રીશ્રી વિભાવ૨ીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્‍દ્રસિંહજી રાણા, મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. રથયાત્રા સમિતિનાં આગેવાન શ્રી વિશાલભાઈ ત્રિવેદીએ જણાવેલ કે આ રથયાત્રામાં જુદાજુદા આકર્ષણો જોડાનાર છે જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક - ઢોલ, તોપ, વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે. રથયાત્રાની આગળ આગળ તાત્‍કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે, જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની રહેશે.
રથયાત્રા સમિતિના આગેવાન શ્રી ઋતુભાઈ દાણીધારીયાએ જણાવેલ કે આ રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, જુદી - જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્‍નાસ્‍ટીક, સ્‍કેટીંગના દાવો તથા બોડીબિલ્‍ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
રથયાત્રા સમિતિના આગેવાન અતુલભાઈ પંડયાએ જણાવેલ કે દર વર્ષ મુજબ આ વર્ષે ભગવાનશ્રી કૃષ્‍ણનું વિશાળકદનું કટઆઉટ ઘોઘાગેઇટ ખાતે લગાડવામાં આવેલ છે. તથા ધોધાગેઇટ બીઝનેસ સેન્‍ટર ખાતે શ્રી હનુમાનજી મહારાજનું ભવ્‍ય હોર્ડીગ્‍સ તથા જશોનાથ ચોક, ટી.સી.ટાવર, કાળાનાળા, શિવરામ રાજયગુરૂ ચોક, ખારગેઇટ, આર.ટી.ઓ. ઓફિસ સામે, નિલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડીગેઇટ વિગેરે સ્‍થળોએ જુદા - જુદા ધાર્મિક અને રાષ્ટ્રીય મહાપૂરૂષોના વિશાળ કદના હોર્ડીંગ્‍ઝ લગાડવામાં આવેલ છે. તેના ઉપ ૨ ક ૨ વામાં આવેલ લાઇટીંગથી આ હોર્ડીંગ્‍ઝ ખૂબ જ આકર્ષક લાગે છે. જે લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યા છે. રથયાત્રા સમિતિના શ્રી વિશાલભાઈ ત્રિવેદીએ રથયાત્રાના માર્ગ અંગે માહિતી આપતાં જણાવેલ કે, રથયાત્રા તા.૦૧-૦૭-૨૦૨૨ ને શુક્રવારના રોજ શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગ ૨ થી સવારે ૮.૦૦ કલાકે પ્રસ્‍થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સ્‍વામિનારાયણ ગુરૂકુળ, સરદારનગર સર્કલ, પ્ર.પ્રિ.બ્ર.કુ. વિશ્વ વિદ્યાલય, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર, ભરતનગર, સંતશ્રી સેનમહા ૨ાજ ચોક, માલધારી સોસાયટી, શિક્ષકનગર સોસાયટી, દેવુમાનું મંદિર, સિંધુનગર કેમ્‍પ, શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, સંસ્‍કાર મંડળ, શ્રી રામજી મંદિર, રોકડીયા હનુમાન, સેન્‍ટ્રલ સોલ્‍ટ, તખ્‍તેશ્વર મંદિર, રાધા મંદિર, સંત કંવરરામ ચોક, વાળંદ જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, માળી જ્ઞાતિ રામજી મંદિ ૨, કાળાનાળા, દાદા સાહેબ, બારસો શિવ મહાદેવની વાડી, સર.ટી. હોસ્‍પિટલ રોડ, જેઇલ રોડ, શ્રમનિકેતન સોસાયટી, મરીન સોસાયટી, અનંતવાડી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, ભીડભંજન હનુમાનજીનું મંદિર, જૂની મીલની ચાલી, ફાયર બ્રિગેડ, નિર્મળનગરના નાકે, માધવ રત્‍ન, ક્રિસ્‍ટલ માર્કેટ, શિતળામાનું મંદિર, પાવર હાઉસ પાસે, શ્રી મોરલીધર હનુમાનજી મંદિર, મોરલીધ ૨ નું મંદિર ચાવડીગેટ પાસે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, ચાવડીગેટ, શ્રી ખોડિયાર મંદિર ચાવડીગેટ, હનુમાનજીનું મંદિર, વિજય ટોકીઝ પાસે, પટેલ જ્ઞાતિ રામજી મંદિર, રક્ષક હનુમાનજી મંદિર, શ્રી ચામુંડા મંદિર - પાનવાડી, કોળી જ્ઞાતિ રામજી મંદિર, દૂધરેજનું રામજી મંદિર, પાનવાડી ચોક, જશોનાથચોક, જશોનાથ મંદિર, મુરલીધર મહાદેવનું મંદિર, જશોનાથ ચોક, વિઠ્ઠલનાથજી હવેલી, વોર્મીંગઘાટ, ગંગાદેરી, ઘોઘાગેઇટ, વિશ્વ હિન્‍દુ પરિષદ કાર્યાલય, શ્રી નાથનાથ મહાદેવ મંદિર, મહેતા શેરી, શ્રી જગદીશ મંદિર ખાગેઇટ, જલારામ મંદિર ખારગેઇટ, દાઉજીની હવુલી, આર્ય સમાજ મામાકોઠા, કામનાથ મહાદેવ, મારૂતી મંદિર બાર્ટન લાયબ્રેરી, બહુચરાજીનું મંદિર, રામજી મંદિર, રૂવાપ૨ી ગેટ, કૃષ્‍ણેશ્વર મહાદેવ, શિવરામ રાજયગુરૂ ચોક, સ ૨ દા ૨ સ્‍મૃતિ, ગાયત્રી શક્‍તિપીઠ ડોન, શ્રી બહુચરાજી મંદિર ડાયમંડચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિરનાં પટ્ટાગણમાં ધર્મસભાના રૂપમાં ફે ૨ વાશે. આ ધર્મસભાને પૂ.સંતો, મહંતો, પ.પૂ.શ્રી ગરીબરામબાપુ, પ.પૂ. શ્રી રામચંદ્રદાસજી, પ.પૂ. શ્રી ઓલીયાબાપુ તથા રથયાત્રા સમિતિના અધ્‍યક્ષશ્રી હરૂભાઈ ગોંડલિયા, શ્રી મનસુખભાઈ પંજવાણી વિગેરે સંબોધન કરશે.
 રથયાત્રા સમિતિના આગેવાન કાંતિબેન ભટ્ટે જણાવેલ કે, આ રથયાત્રામાં જોડાનાર ફલોટો વચ્‍ચે થીમ આધારિત ફલોટ સ્‍પર્ધાનું આયોજન ક૨વામાં આવેલ છે. જેમાં એક થી પાંચ સુધીના ક્રમે આવના ૨ ફલોટોને ઈનામો આપવામાં આવશે. અને પ્રોત્‍સાહિત ઇનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત વેશભૂષા સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ એક થી ત્રણ ક્રમે આવના ૨ ને ઇનામો આપવામાં આવશે. નિર્ણાયકો દ્વારા તૈયાર થયેલ સીલબંધ કવ૨ માં પરિણામ હલુરીયા ચોકમાં રથયાત્રાના અઘ્‍યક્ષને સોપશે. નિર્ણાયક ત ૨ીકે  કાળુભાઈ દવે, નયનાબેન દવે,  એસ.ડી. રાવળ,  અરવિંદભાઈ દવે,  વિપુલભાઈ હિરાણી,  પ્રિતિબેન જોશી, ધૃતિબેન ભટ્ટ બેન,  શૈલેન્‍દ્રસિંહ ગોહિલ,  અજયભાઈ ત્રિવેદી,  મહેશભાઈ દવે, સમીરભાઈ વ્‍યાસ,  કલાપીભાઈ પાઠક, દીપકભાઈ વ્‍યાસ,મહેશભાઈ ભટ્ટ, સેવા આપશે. રથયાત્રા સમિતિના આગેવાન  ભાર્ગવભાઈ આહીરે જણાવેલ કે આ વર્ષે રથયાત્રા નિમિતે રથયાત્રા અગાઉ જુદી જુદી સંસ્‍થાઓ દ્વારા યોજાતા ડાયરો (સંતવાણી ) કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમજ તા.૩૦-૬- ને ગુરૂવારના રોજ રાત્રે ગુજરાત રાજય સંગીત નાટય એકેડેમી અને રામ ગૃપ વડવા ચોરા આયોજિત ભવ્‍ય સંતવાણી અને ડાયરાનું જશોનાથ ચોક ખાતે આયોજન ક ૨ વામાં આવેલ છે તથા રથયાત્રાના દિવસે રામ ગૃપ દ્વારા ભગવાનનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. હિન્‍દુ યુવા સંગઠન દ્વારા તા.૨૭-૦૬-૨૦૨૨ ના રોજ ગીતા ચોક ખાતે ભવ્‍ય ડાય૨ાનું આયોજન ક૨વામાં આવેલ છે અને તા.૩૦-૦૬-૨૦૨૨ ના રોજ ૨ કતદાન કેમ્‍પનું આયોજન ઘોઘા ગેઈટ પોલીસ સ્‍ટેશન પાછળ ક૨વામાં આવેલ છે અને આ કેમ્‍પમાં જે ૨કત એકત્રીત થશે તેનાથી રથયાત્રા સમિતિના મંત્રી ક૨શનભાઈ વસાણીની ૨કતતુલા કરવામાં આવશે. રથયાત્રા સમિતિના ટ્રસ્‍ટી  ભાવેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસતંત્ર, મહાનગરપાલિકા તરફથી સારી એવી વ્‍યવસ્‍થા અને બંદોબસ્‍ત ગોઠવવામાં આવનાર છે. તે ઉપરાંત રથયાત્રા સમિતિનાં સ્‍વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્‍યવસ્‍થા સંભાળશે.
 આ પત્રકાર પરિષદમાં શિવ વિહાર ટ્રસ્‍ટના  હ૨પાલસિંહ રાણા ઉપસ્‍થિત રહ્યા હતા અને રથયાત્રા અંગેનું માર્ગદર્શન પણ આપેલ હતું. અંતમાં રથયાત્રા સમિતિના આગેવાન  પંકજભાઈ ગજ્જરે જણાવેલ કે આ રથયાત્રાના પ્રણેતા અને હિન્‍દુ સમાજના જીવનપર્યંત કાર્યો ક૨ના૨ અડીખમ યોધ્‍ધા એવા સ્‍વ.  ભીખુભાઈ ભટ્ટની હિન્‍દુ સમાજને મોટી ખોટ પડેલ છે. જે કદી પૂરી શકાય તેમ નથી. પરંતુ તેમણે શરૂ કરેલ આ રથયાત્રા પરંપરાગત રીતે નીકળતી રહે અને તેમના હિન્‍દુ સમાજ માટેના અધુરા કાર્યો અમો તથા આપણે સૌ સાથે મળી પૂર્ણ કરતા રહીએ અને મોટી સંખ્‍યામાં આ રથયાત્રામાં જોડાઇએ તેજ તેમના પ્રત્‍યેની હિન્‍દુ સમાજની સાચી શ્રદ્ધાંજલી ગણાશે. તેઓની સ્‍મૃતિરૂપે અને અમોને સતત પ્રેરણા મળતી રહે તે માટે આ જગન્નાથજીના રથયાત્રાના રથ ૫૨ તેઓના બે ફોટોગ્રાફસ લગાવવામાં આવેલ છે. તેમજ આ રથયાત્રાના માર્ગદર્શક સ્‍વ. ભગવતસિંહજી રાણાનો ફોટોગ્રાફસ લગાવવામાં આવેલ છે.

 

(11:36 am IST)