Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

લોધીકા આરોગ્‍ય કેન્‍દ્રમાં એમ.એસ.સર્જન સહીત ડોકટરની ઘટથી દર્દીઓની પરેશાનીમાં વધારોઃ સ્‍ટાફ ફાળવવા માંગણી

(સલીમ વલોરા દ્વારા), તા.૨૮: લોધિકા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં અપૂરતો સ્‍ટાફ થી દર્દીઓને હાલાકી પડી રહી છે તાલુકા કક્ષાના એકમાત્ર આરોગ્‍ય કેન્‍દ્રમાં પૂરતો સ્‍ટાફ ફાળવવા લોક માંગણી થયેલી છે.
આ અંગે સામાજિક કાર્યકર્તા અશોક ભાઈ વસોયા.ગૌરવ હંસોરા. મહેશભાઈ ઘાડીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા પૂર્વ સરપંચ જયંતિ ભાઈ વસોયા એ આરોગ્‍ય વિભાગને કરેલ રજૂઆત મુજબ લોધીકા મા આવેલ તાલુકા કક્ષાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઘણા લાંબા સમય થી એમ.એસ સર્જનની જગ્‍યા ખાલી છે લોધીકા થી સ્‍ટેટ હાઇવે આવેલો હોય તથા મેટોડાથી શાપરને જોડતો માર્ગ અહિથી પસાર થતો હોય ઘણી વખત નાના મોટા અકસ્‍માત થતા રહે છે જ્‍યારે અહીં સારવારમાં આવતા દર્દીઓને એમ.એસ સર્જનની જગ્‍યા ખાલી હોય ત્‍યારે મુશ્‍કેલી ભોગવવી પડે છે અને નાછૂટકે દર્દીને સારવાર માટે શહેરમાં લઈ જવા પડે છે .અહીં આંખના ડોકટરની જગ્‍યા પણ ઘણા સમયથી ખાલી છે આંખની સારવાર માટે આવતા દર્દીઓ સારવાર લઈ શકતા નથી જેને લઇ દર્દીઓને નાછૂટકે સારવાર માટે શહેરમાં ધકકા ખાવા પડી રહ્યા છે આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્‍યારે આરોગ્‍ય વિભાગે તાત્‍કાલિક પગલાં લઈ ઘટતા સ્‍ટાફની  નિમણૂક કરવા લોકોની માંગ છે.
આ ઉપરાંત સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં જનરેટર સેટની સુવિધા પણ હોવી જોઈએ કારણ કે અવાર નવાર લાઈટ જવાના કારણે હોસ્‍પિટલમાં અંધારપટ છવાઈ જાય છે દર્દીને મુશ્‍કેલી ભોગવવી પડે છે ત્‍યારે આ હોસ્‍પિટલમાં જનરેટરની સુવિધા જરૂરી છે તેવી જ રીતે સાંગણવા રોડ થી હોસ્‍પિટલ જવાનો માર્ગ અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે રોડનું  નામો નિશાન નથી મોટા મોટા ગાબડા પડી ગયેલ છે દર્દીને પારાવાર મુશ્‍કેલી ભોગવવી પડે છે ત્‍યારે આગે તંત્ર દ્વારા તુરંત ઘટતું કરવા લોકોની માંગણી ઉઠવા પામી છે.

 

(11:38 am IST)