Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબી પાલિકા પ્રમુખના પતિનું કમિશન કાંડ ગાજ્યું : પાલિકાને તાળાબંધીનો કોંગ્રેસનો પ્રયાસ

વિજિલન્સ તપાસની માંગ : ભ્રષ્ટાચાર બંધ કરોના વિશાળ કદના બેનર સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યું : ચાંપતો પોલીસ બંદોબસ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૮ :  ભારતીય જનતા પાર્ટી શાસિત મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાકટરો પાસેથી પાલિકા પ્રમુખના પતિ કમિશન કટકટાવતા હોવાનો આરોપ લગાવી ખુદ ભાજપના જ મહિલા નગરસેવકના પતિએ હંગામો મચાવતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોરબી પાલિકાનો ભ્રષ્ટાચાર ચર્ચાનો વિષય બનતા આજે મોરબી કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરોના વિશાળ કદના બેનર સાથે કોંગ્રેસે હલ્લાબોલ કરી પાલિકાને તાળાબંધી કરવા પ્રયાસ કરતા પાલિકા કચેરીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસને આવેદનપત્ર આપી સંતોષ માનવો પડ્યો હતો.

મોરબી નગરપાલિકામાં ખુદ પાલિકા પ્રમુખના પતિ વહીવટદારના રૂપમાં જાહેરમાં ઉઘરાણા કરતા હોવાનો વિડીયો વાયરલ થતા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા પાલિકાને તાળાબંધી કરવા જાહેરાત કરી હતી. અને આ જાહેરાત મુજબ આજે મોરબી કોંગ્રેસ અધ્યક્ષ જયંતીભાઈ જેરાજભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરોએ રીતસર હલ્લા બોલ કરી ભ્રષ્ટાચાર બંધ કરોના વિશાળ કદના બેનર સાથે આ કમિશન કાંડની તપાસ કરાવવા માંગ કરી શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખને નૈતિકતાના ધોરણે ભ્રસ્ટાચારીઓને પદભ્રષ્ટ કરવા માંગ કરી હતી.મહત્વની વાત એ છે કે, આજની કોંગ્રેસની આ આક્રમક રજુઆત સમયે પણ વાઇરલ વીડિયોમાં લાલા નામના વ્યક્તિનો જે ઉલ્લેખ થયો છે તે લાલા અને તમામ કાસુરવાનો સામે પગલાં ભરવા કોંગ્રેસે માંગ ઉઠાવી હતી.

પાલિકા પ્રમુખના પતિનું કમિશન કાંડ ગાજ્યું : પાલિકાને તાળાબંધીનો કોંગ્રેસનો પ્રયાસ.

મોરબી નગરપાલિકામાં ખુદ પાલિકા પ્રમુખના પતિ વહીવટદારના રૂપમાં જાહેરમાં ઉઘરાણા કરતા હોવાનો વિડીયો વાયરલ થતા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા પાલિકાને તાળાબંધી કરવા જાહેરાત કરી હતી. અને આ જાહેરાત મુજબ આજે મોરબી કોંગ્રેસ અધ્યક્ષ જયંતીભાઈ જેરાજભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરોએ રીતસર હલ્લા બોલ કરી ભ્રષ્ટાચાર બંધ કરોના વિશાળ કદના બેનર સાથે આ કમિશન કાંડની તપાસ કરાવવા માંગ કરી શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખને નૈતિકતાના ધોરણે ભ્રસ્ટાચારીઓને પદભ્રષ્ટ કરવા માંગ કરી હતી.મહત્વની વાત એ છે કે, આજની કોંગ્રેસની આ આક્રમક રજુઆત સમયે પણ વાઇરલ વીડિયોમાં લાલા નામના વ્યક્તિનો જે ઉલ્લેખ થયો છે તે લાલા અને તમામ કાસુરવાનો સામે પગલાં ભરવા કોંગ્રેસે માંગ ઉઠાવી હતી.

વધુમાં મોરબી શહેર- જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકામાં ગેરકાયદે બાંધકામ, કમિશન, પ્રજાને શુદ્ધ પાણી ન વિતરણ કરવું, સફાઈ, ગટરના પ્રશ્નો તેમજ અન્ય ગેરવહીવટ મામલે ચોતરફથી ભીંસમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસના ધાડેધાડા પાલિકામાં ઉતરી આવ્યા હોય કોંગ્રેસને તાળાબંધી કરવાનો પ્રયાસ સફળ રહ્યો ન હતો અને કોંગ્રેસે માત્ર આવેદનપત્ર પાઠવી સંતોષ માનવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ ગામી, રાજુભાઈ કાવર, મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી, કે. ડી. બાવરવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(12:32 pm IST)