Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ચાલો, શિક્ષણના મહાયજ્ઞમાં ભગીરથ પ્રયાસ કરીએ : ધારાસભ્‍ય જાડેજા

જામનગરઃ કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે જામનગરની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં - ૩૨ અને શાળા નં - ૫૦ માં ભૂલકાઓને આવકાર્યા હતા. શાળા પ્રવેશોત્‍સવને કારણે શાળામાં ઉત્‍સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશખુશાલ દેખાય છે. મોદીએ વાવેલું ‘શાળા પ્રવેશોત્‍સવ'નું વિચારબીજ આજે વટવૃક્ષ સમાન બની ગયું છે ત્‍યારે શિક્ષણ પ્રત્‍યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓને સજાગ બનવા અનુરોધ કર્યો. સૌ ભણે, સૌ આગળ વધે. તેમ ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિહ મેરુભા જાડેજા હકુભા એ જણાવ્‍યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્‍તકેની શાળા ન. ૩૨ અને ૫૦ મા આજે પ્રવેશ મહોત્‍સવમાં બાળકોને ખુદ ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિહ (હકુભા) એ આવકારેલ હતા. સ્‍કૂલ કીટ અર્પણ કરી હતી, મેયર બીનાબેન કોઠારી,શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરા, મહાનગરપાલિકા ડી.એમ.સી. વસ્‍તાણી સાહેબ, કોર્પોરેટર ડીમ્‍પલબેન રાવલ, શાસનાધિકારી ફાલ્‍ગુનીબેન પટેલ, શિક્ષણ સમિતિ સભ્‍ય નીલેશભાઈ હાડા, મનીષાબેન બાબરિયા, મુકેશભાઈ વસોયા જોડાયા હતા. 

(1:14 pm IST)