Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જૂનાગઢમાં રડી રહેલી મહિલાના ૧૮૧ અભ્યમ્ની ટીમે આંસૂ લૂછયાં

સરનામું ભૂલી ગયેલા મહિલાના પરિવાર સાથે પુનઃમિલન કરાવતી ૧૮૧ અભ્યમ્ હેલ્પલાઇન

જુનાગઢ તા.૨૮: શહેર વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલા પોતાના ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ ૪૯ વર્ષીય મહિલા સરનામું ભૂલી જતા શહેરની એક સોસાયટીમાં રડી રહ્યા હતા. આ સ્થિતિમાંથી આ મહિલાને ઉગારવા ૧૮૧ અભયમની ટીમ તેમની વ્હારે આવી હતી અને તેમના આંસુ લુછી તેમના પરિવાર સાથે પુનૅં મિલન કરાવ્યું હતું.

આ ઘટના સંદર્ભે એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં, અભયમ હેલ્પલાઇનની તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મહિલાનું કાઉન્સેલિંગ શરૃ કર્યું હતું.

કાઉન્સિલિંગ દરમિયાન સામે આવ્યું કે, માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું અને તેઓ પોતાના ભાઈના ઘરે જવા ઈચ્છતા હતા પરંતુ ઘર ન મળતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યા હતા. ઉપરાંત આ મહિલાના પરિવારની પણ વિગતો મેળવવામાં આવી, ત્યારબાદ મહિલાના પરિવારનો સંપર્ક કરતા મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સારવાર ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જેથી કોઈને ખ્યાલ ન હોય તેમ ઘરેથી નીકળી ગયા હતા.

આમ, આ મહિલાનો પરિવાર પણ તેમને શોધતો હોય, તેવા સમયે વન આ મહિલાના દીકરાનો સંપર્ક કરી, ફરી તેઓના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ પરિવારે પણ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની ટીમની આ સેવા માટે આભાર વ્યકત કર્યો હતો.

(1:19 pm IST)