Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જુનાગઢના પર્યાવરણપ્રેમી અશ્વિન મણીયાર દ્વારા વોટર હાર્વેસ્ટીંગ અંગે કમિશનરને સુચનો કરાયા

 (વિનુ જોષી દ્વારા)જુનાગઢ, તા. ૨૮ : શહેરમાં વાવ-કુવા આવેલ છે. જે મૃતપાય હાલતમાં છે તથા તેમાં ચોમાસા દરમ્યાન રોડ પર વહેતા પાણીને ઢાળ આપી ભરી શકાય તેમજ બ્રહ્મ કુંડ, સરસ્વતી કુંડ તેમજ શીતળા કુંડ બહુમાળી બીલ્ડીંગ વચ્ચે છે. આયોજન કરી આ બહુમાળી બીલ્ડીંગોનુ પાણી સીધુ આ કુંડમાં જાય તેવી વ્યવસ્થા ઓછા ખર્ચે ગોઠવી શકાય, નવી બીલ્ડીંગોને કડક પણે સુચનાઓ આપી વોટર રીચાર્જીંગ માટેની વ્યવસ્થા ન હોય તોે બી.યુ. સર્ટીફીકેટ નહીં આપવામાં આવે તેવી સુચનાઓ આપી જમીનના તળ ઉંચા લાવી શકાય. ઉપરંત બોરને ઊંડા કરવા માટેની અમુક ફૂટ મર્યાદા નક્કી કરવા તથા શહેરના સ્લમ વિસ્તારમાં નખાયેલ  હેન્ડપંપ તે વિસ્તારના લોકોની અજાગૃતતા અને બેદરકારી કારણે બિન ઉપયોગી હોવાથી તે પૈસાનો ઉપયોગ સામાન્ય લોકોને વોટર હાર્વેસ્ટીંગનું કામ કરવા માટે પી.ટી.પી. ધોરણે સબસીડી આપવા માટેની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત બુરી દેવાયેલા કૂવાનોે સર્વે કરાવી તે વીસ્તારની તમામ સોસાયટી અથવા તો મકાનની અગાશીના પાણી આવા કુવાઓમાં ઉતારવા  સરકારી બીલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટીંગનુ કામ કરવા, નરસીહ મહેતા તળાવ ઊંડું કરી તેમાં ભરાયેલ પાણી ઘાંચી પટમાં થઈ નાંદરખીના ચેક ડેમ સુધી પહોંચાડવા સહીતના કામો માટે આયોજન કરી રૃા.૨.૫ કરોડનુ યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો પાણીના તળ ઉંચા આવી શકે. જે માટે કોર્પોરેટરો, સ્ટાફ, એન.જી.ઓ., એન્જીનીયરોની મદદથી વોટર રીચાર્જીંગ ક્ષેત્રે ક્રાંતી લાવવા અંગે પર્યાવરણપે્રમી અશ્વિન એ. મણિયાર દ્વારા કમિશનરને સૂચનો મોકલી તે મુજબ કામ કરવા ભલામણ કરાઇ છે.

(1:46 pm IST)