Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરનાર સામે કાર્યવાહી કરવા મોરબીમાં પોલીસ અધિક્ષકને રજૂઆત

 મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી જણાવ્‍યું છે કે બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકહિત અને જનહિતની કામગીરી કરે છે સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં ૨૭ કાઉન્‍સીલરો ચૂંટાયા પછી સતત લોક -પ્રશ્‍નો સાંભળવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્‍ચે જતા હોય છે ત્‍યારે સત્તાધારી પક્ષના  કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરવો એ નૈતિક જવાબદારી છે જેના ભાગરૂપે સત્તાધારી પક્ષના ખોટા તાયફાનો વિરોધ કરાય છે જેથી અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓને ભાજપના ગુંડા તત્‍વો, અસામાજિક તત્‍વો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે જેની સામે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી જવાબદાર રાજકીય પક્ષ તરીકે માંગ કરી છે જે જો આવી ઘટના ચાલુ રહેશે તો શહેરની અંદર કાયદો અને વ્‍યવસ્‍થા ખોરવાઈ જશે અને લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે આવું ના થાય તે માટે યોગ્‍ય તકેદારી રાખવા અને હુમલાઓ થતા અટકાવવા યોગ્‍ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(1:21 pm IST)