Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીમાં મોંઘવારી અને અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસના ધરણા, વિરોધ પ્રદર્શન

 મોરબી : દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, બેરોજગારી તેમજ અગ્નિપથ યોજનાના વિરોધમાં  કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ ધરણા અને સુત્રોચ્‍ચાર કરીને વિરોધ નોંધાવ્‍યો હતો. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા -પ્રમુખ કે ડી પડસુંબીયા, કાન્‍તિલાલ બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા જ્‍યાં કલેકટર કચેરી ખાતે ધરણા કરી વિવિધ પોસ્‍ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો તે ઉપરાંત કોંગ્રેસ આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્‍યું હતું જેમાં જણાવ્‍યું છે કે ગુજરાત સરકાર પાછલા બારણેથી સરચાર્જમાં વધારો કરી વીજળી બીલમાં ગ્રાહકોને ભાવવધારો લાગુ કરાયો છે જેનો કોંગ્રેસ વિરોધ કરે છે સરકારની ખોટી નીતિઓને કારણે મોંઘવારી વધી છે પેટ્રોલ, ડીઝલ અને ગેસના અસહ્ય ભાવને પગલે ગરીબો, મજુરો અને મધ્‍યમ વર્ગને જીવવું મુશ્‍કેલ બની ગયું છે અગ્નિપથ યોજના વગર વિચારે જાહેર કરી છે જે યુવાનોની મશ્‍કરી સમાન છે ભરતી બાદ ચાર વર્ષ પછી રીટાયર્ડ કરી ટૂંકા ગાળાની યોજના બનાવી છે ચાર વર્ષ પછી અન્‍ય નોકરી મળવાની કોઈ ગેરંટી નથી જેથી કેન્‍દ્ર સરકાર અગ્નિપથ યોજના પર પુનઃ વિચાર કરે તેવી માંગ કરી છે.

(1:22 pm IST)