Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કલ્‍યાણપુર પાસે વાહનની હડફેટે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મોત

 ખંભાળિયા, તા. ૨૮ :  કેનેડી ગામે સતવારા સમાજની વાડી સામેના રોડ પરથી જઈ સહેલા મધ્‍ય પ્રદેશના મૂળ વતની એવા રમેશભાઈ શંકરભાઈ દાવર નામના ૨૮ વર્ષના યુવાનને એક અજાણ્‍યા મોટરકારના ચાલકે પાછળથી અડફેટે લેતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવ અંગે કેનેડી ગામના અરશીભાઈ રણમલભાઈ ચાવડાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્‍યા ફોર વ્‍હીલર વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ ૩૦૪ (અ) ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા નજીક  ટ્રકના ચાલકે કાર સાથે અકસ્‍માત સર્જ્‍યો

ભાણખોખરી ગામના પાટિયા નજીક જી.જે. ૧૦ બી.જી. ૮૫૧૯ નંબરની આઈ -૨૦ મોટરકારમાં જઈ રહેલા ભાણવડ તાલુકાના ઘુમલી ગામના રહીશ કાનાભાઈ નારણભાઈ ચાવડા (ઉ.વ. ૩૬) ની મોટરકાર સાથે પૂરઝડપે જઈ રહેલા જી.જે. ૧૦ ટી.ટી. ૬૬૫૫ નંબરના ટ્રકના ચાલક એવા ભાણવડના રાણીવાવ નેસ ખાતે રહેતા પાંચા સુરાભાઈ ચાવડા નામના શખ્‍સે કાનાભાઈની મોટરકાર સાથે  અકસ્‍માત સર્જાયો હતો.

 આ અકસ્‍માતના કારણે મોટરકારમાં વ્‍યાપક નુકસાની પણ થવા પામી હતી. આ અકસ્‍માત સર્જી આરોપી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ ચાવડાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક પાંચા ચાવડા સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૮, ૪૨૭ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)