Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કેશોદ પાસે હોન્‍ડા સીટી કારમાં દારૂની હેરાફેરીઃ ૧૭ પેટી વિદેશી દારૂ કબ્‍જે

વંથલીના ટીકરનો શખ્‍સ પોલીસને ચકમો આપી ફરાર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૮:  કેશોદ પાસે પોલીસે હોન્‍ડા સીટી કારમાં દારૂની હેરાફેરી પકડી પાડી ૧૭ પેટી વિદેશી દારૂ કબ્‍જે કર્યો હતો જોકે કારચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

કેશોદના પી.આઇ. બી.બી.કોલી રાત્રે પોણા બે વાગે સ્‍ટાફના કિરણભાઇ ડાભી, રણજીત ડાંગર, દિલીપ પરમાર, સંજયસિંહ ઝાલા અને જયેશ ભેડા વગેરે સાથે કેશોદના અગતરાય ગામ પાસે પેટ્રોલીંગમાં હતા.

ત્‍યારે જીજે.૦૫-સીડી-૬૮૭૫ નંબરની હોન્‍ડા સીટી કારના ચાલકે પોલીસને જોઇને કાર ભગાવી હતી પરંતુ પોલીસે પીછો કરીને અગતરાય બડોદર ગામની હદમાં કારને રોકી હતી.

પરંતુ વંથલી તાલુકાના ટીકર ગામનો તમાચી ઉર્ફે રફીક ઉર્ફે ભોણીયો ઇસ્‍માઇલ સાંધ નાસી ગયો હતો.

પોલીસે કારમાંથી રૂા.૮૬,૪૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૭ પેટી તેમજ કાર મળી કુલ રૂા.૩,૩૬,૬૦૦ની કિંમતનો મુદામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર શખ્‍સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(1:46 pm IST)