Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ધોરાજી નજીક દેવતણખી ધામ મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાશે

૧૧૧મી રથયાત્રા પરંપરા મુજબ નીકળશે : ખોબા જેવડા નાનકડા ગામમાં એક લાખથી વધુ લોકો ઊમટી પડશે તડામાર તૈયારી : સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો ઊમટી પડશેઃ તા. ૩૦ ગુરૂવાર તેમજ તા. ૧ ને શુક્રવાર બે દિવસીય ભોજન અને સત્‍સંગનો ત્રિવેણી સંગમ યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૮ : ધોરાજી જુનાગઢ વચ્‍ચે ૧૩ કિલોમીટર દૂર આવેલ  પવિત્ર યાત્રાધામ દેવતણખીધામ મજેવડી ખાતે આ વર્ષે બે દિવસીય અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે અષાઢી બીજ મહોત્‍સવ માં સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે તારીખ ૩૦ અને તારીખ ૧ બે દિવસીય ભજન ભોજન અને સત્‍સંગ ત્રિવેણી સંગમ સાથે ૧૧૧ મી રથયાત્રા ભવ્‍ય રીતે નીકળશે.

દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ જુનાગઢ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ગોંડલ,અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા જુનાગઢ, સહમંત્રી પ્રવીણભાઈ દાવડા ધોરાજી, ખજાનચી પ્રવીણભાઈ કારેલીયા જુનાગઢ, ટ્રસ્‍ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા,ટ્રસ્‍ટી જગદીશભાઈ કારેલીયા મજેવડી અશોકભાઈ વાઘેલા ધોરાજી વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત હતા ત્‍યારે અષાઢી બીજ મહોત્‍સવ તૈયારીના ભાગરૂપે પ્રમુખ શ્રી શાંતિલાલ ગોહિલ જણાવેલ કે ધોરાજી જૂનાગઢ વચ્‍ચે આવેલ મજેવડી ગામ ખાતે ચેતન સમાધી સ્‍થાન એટલે દેવતણખી ધામ સૌરાષ્‍ટ્રમાં યાત્રાધામ તરીકે પ્રખ્‍યાત દેવતણખી ધામ મજેવડી મા તારીખ ૩૦ અને તારીખ ૧ બે દિવસ સુધી અષાઢી બીજ મહોત્‍સવ ઉજવવામાં આવશે આ પ્રસંગે તારીખ ૩૦ ને ગુરુવારના રોજ સવારે ૬.૩૦ કલાકે દેવતણખી દાદા અને લિરલબાઈ નીચેતન સમાધિસ્‍થાન ખાતે મહાઆરતી યોજાશે સવારે ૭.૦૦ કલાકે ૧૫૧  રાંદલ માના લોટા ઉત્‍સવ ઉજવાશે  તેમજ સવારે ૦૮.૦૦ કલાકે દેવતણખી ધામ ની નવી જમીન લીધી છે છે ત્‍યાં શુદ્ધિકરણ મહાયજ્ઞ યોજાશે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ સાંજે ૭.૧૫ કલાકે સંધ્‍યા મહા આરતી અને રાત્રિના આઠથી મહાપ્રસાદ બાદ રાત્રીના ૯.૦૦ કલાકે ભવ્‍ય સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલું છે

 તારીખ ૧ ને શુક્રવાર અષાઢી બીજ ના રોજ સવારે ૬.૩૦ કલાકે મહાપૂજા આરતી બાદ સવારે ૧૦.૦૦ કલાકે પરમ પૂજ્‍ય સંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ના અધ્‍યક્ષ સ્‍થાને સામાન્‍ય સભા યોજાશે આ સભામાં સમગ્ર દેશમાં વસતા ભામાશા નું સન્‍માન કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ ખાસ ઉપસ્‍થિત રહેશે તેમજ અતિથિ વિશેષ પદે ઉદ્યોગપતિ તેમજ ભામાશા પરસોતમભાઈ બચુભાઈ ચિત્રોડા દાસ કાકા તેમજ શંકરભાઈ ધરમશીભાઈ સોલંકી ગાંધીનગર વીગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે અને સામાન્‍ય સભા માં સમાજના  સેવાભાવી લોકો દાતાશ્રીઓનું સન્‍માન કરવામાં આવશે બાદ બપોરે ૧.૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે

દેવતણખી ધામ મજેવડી ખાતે ૧૧૧ મી રથયાત્રા વિવિધ શણગારેલા ફલોટ સાથે દેવતણખીધામ મજેવડી મંદિર ખાતે થી પ્રારંભ થશે જે મજેવડી ગામના વિવિધ માર્ગોઉપર ફરશે અને દેવતણખી દાદા ના જુના નિવાસસ્‍થાન ખાતે માતાજી લીરલબાઈ ના મામેરા  બાદ સાંજે ૬.૦૦કલાકે ધ્‍વજારોહણ અને રાત્રીના ૧૦.૦૦ રામદેવજી મહારાજ ના પાઠ યોજાશે

દેવતણખી ધામ મજેવડી ના ટ્રસ્‍ટી શ્રીઓ એ જણાવેલ કે અષાઢી બીજ મહોત્‍સવ એટલે સમગ્ર ભારત વર્ષમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો માટે અનેરો ઉત્‍સવ ગણાય છે અને સમગ્ર દેશમાંથી મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહેશે

આ સાથે સંસ્‍થાના ટ્રસ્‍ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાળા દ્વારા દર વર્ષે આયોજિત દેવતણખી દાદા ના જીવન ચરિત્ર ઉપર ધાર્મિક પ્રદર્શન યોજવામાં આવે છે ,

તેમજ ૧૧૧ મી રથયાત્રાના પાવન પ્રસંગે વિવિધ શણગારેલા ફલોટ પણ તેઓ રજુ કરશે

અષાઢી બીજ મહોત્‍સવ ને સફળ બનાવવા માટે દેવતણખી ધામના ટ્રસ્‍ટીશ્રીઓ શાંતિભાઈ ગોહિલ, રાજુભાઈ પિત્રોડા, રમેશભાઈ કારેલીયા, પ્રવીણભાઈ દાવડા, પ્રવીણભાઈ કારેલીયા, વલ્લભભાઈ પરમાર, પરસોત્તમભાઈ પિત્રોડા દાસકાકા, જયંતીભાઈ  હરસોરા, નિરંજનભાઇ પરમાર ,અતુલભાઈ મકવાણા, ભીખાભાઈ ડોડીયા, જયંતીભાઈ પરમાર, ધીરજલાલ ગોહિલ, ભરતભાઈ પીઠવા, મહેશભાઈ ગોહેલ, જગદીશભાઈ કારેલીયા, મનોજભાઈ વાઘેલા, લવજીભાઈ વાળા, હરેશભાઈ પીઠવા, નાગજીભાઈ સોલંકી, દિનેશભાઈ કારેલીયા, વિગેરે ટ્રસ્‍ટીશ્રીઓ તેમજ ધોરાજી જૂનાગઢ ગોંડલ જેતપુર વિસ્‍તારના સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે

આ સાથે અષાઢી બીજ મહોત્‍સવને સફળ બનાવવા માટે મજેવડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી તેમજ શહેરના તાલુકાના આગેવાનો અને જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા સહયોગ મળી રહ્યો છે.

(1:34 pm IST)