Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીના બંધુનગર પાસે અકસ્‍માતે પડી જતા અજાણ્‍યા પુરૂષનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૮ : મોરબીના ઇટાલીકા સીરામીક બંધુનગર પાસે આગળ આવેલ ખુલ્લી જગ્‍યામાં એક આધેડે અકસ્‍માતે પોતાની જાતે નીચે જમીન ઉપર પડતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  વેરોના સીરામીક, બંધુનગરમાં રહેતા ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના એક અજાણ્‍યો પુરુષે ઇટાલીકા સીરામીક બંધુનગર પાસે આગળ આવેલ ખુલ્લી જગ્‍યામાં અકસ્‍માતે પોતાની જાતે નીચે જમીન ઉપર પડતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.  પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે મળતકના હાથમાં અંગ્રેજીમાં M.K.TUDU લખેલું ટેટુ છે. હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મોતનો ગુનો નોંધી મળતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

(1:35 pm IST)