Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાવનગરમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

શહેરમાં બે પુરુષ અને એક મહિલા કોરોના સંક્રમિત: જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૦ થઈ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
 શહેરના વિજયરા નગર, કાળીયાબીડ તળાજા રોડ, અને સરદાર નગર વિસ્તારમાં બે પુરુષ અને એક મહિલા કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર ગ્રામ્યમાં આજે કેસ નોંધાયો નથી અને એક દર્દી ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૦ થઈ છે.

(9:10 pm IST)