Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કોંગ્રેસ નેતાની મુખ્યમંત્રીને અનોખી રજૂઆત ! : રાજ્યનાં તમામ મંદિ રોનાં પૂજારીઓને કાયમી ધોરણે પગાર આપવા માગ કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિ તિ નાં માલધારી સેલનાં ઉપપ્રમુખ દ્વારા પૂજારીઓને જીવનનિ ર્વાહ ચલાવવામાં મૂશ્કેલી ન પડે તે હેતુથી મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

મોરબી તા.૨૮ : ગુજરાતમાં મોટી સંખ્યામાં નાના-મોટા મંદિ રો આવેલા છે. જેમાં અનેક પૂજારીઓ સેવા આપી રહ્યા છે. અને ધર્મધજા અને ધાર્મિક સહિ ષ્ણુતાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. પરંતુ આ વધતી જતી મોંઘવારીમાં પૂજારીઓને પણ પોતાનુ જીવનનિ ર્વાહ ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. જેને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિ તિ નાં માલધારી સેલનાં ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા મુખ્યમંત્રીને પૂજારીઓને પગાર અને ભથ્થા નિ યમીત મળે તે હેતુથી રજૂઆત કરાઈ છે.

મોરબી : ગુજરાત રાજય માટે અસંખ્ય નાના-મોટા મંદિરો આવેલ છે જેમાં વરસોથી ભગવાનની પૂજા અર્ચના કરતા પુજારીઓનાં જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેવી સુંદર વ્યવસ્થા કરવાની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ પ્રવર્તમાન સમયમાં આપણે હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરીએ છીએ. ગુજરાતમાં આવેલ નાના—મોટા અસંખ્ય મંદિરો આવેલ છે જેમાં પ્રતિદિન હજારો અબાલ, વૃધ્ધ અને મહિલાઓ દર્શનાર્થે આવે છે અને તેઓ શિંકત અનુસાર પુજારીઓને દાન દક્ષિણા આપતા હોય છે અને આ પુજારીઓ પણ પરિવાર ધરાવે છે અને અનેક જગ્યાએ માતાજી, હનુમાનજી, રામ ભગવાન સહિતનાં દેવ—દેવતાઓનાં મંદિરોમાં પુજાઅર્ચના કરે છે જે જે વહેલી સવારથી મોડે સુધી સેવા આપે છે અને ધર્મધજા અને ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરે છે.

(10:26 pm IST)