Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબી શહેર ના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે પાલિકાની બેદરકારીથી ઉભરાતી ગટરના પાણી અને ગટરના કચરાના ઢગલા. કોઈ સુધરાઇ સભ્યને દેખાતા નથી? રમેશ રબારી.

મોરબી  :શહેરની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે
મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે તેમાં પાલિકા ના અઘિકારી પદાધિકારી ઓ પણ ત્યાં થી નીકળે છે પણ આ લોકો ને છેલા ત્રણ દિવસ થી જય હિંદ ટોકીજ પાસે મેઇન રોડ નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા  પાણી રોડ ઉપર ઉભરાય છે અને ગટર નો ગંદો કચરો પણ ઉપાડિયા વગર નો રોડ રસ્તા ઉપર પડિયો છે તે  દેખતો નથી   આં નિષ્ફળ અને પ્રજા વિરોઘી ભાજપ શાસિત નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને મોરબી ના હાર્દ સમા નહેરુ ગેટ  પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોય ને કામ કરતા નથી એ પ્રજા એ સમજવા માગે છે ? આ ઉભરાતી ગટરના ગંદા પાણી અને કચરા ની દુર્ગંધ થી લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો નો ફેલાવો થાય તે પહેલાં આં ગંદકી દૂર કરવા
  લોકો ની લાગણી અને માંગણી છે
  ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે

(10:27 pm IST)