Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીમાં ભ્રષ્ટાચારના મુદે નગરપાલિકાને તાળાબંધી કરવામાં કોંગ્રેસ નિષ્ફળ.

કોંગ્રેસ આગેવાનો તાળાબંધી ના કરી શક્યા :આવેદન પાઠવી પરત ફર્યા.

  મોરબી નગરપાલિકામાં પ્રજાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર ચાલતો હોય જેના વિરોધમાં આજે કોંગ્રેસ આગેવાનોએ પાલિકા કચેરીને તાળાબંધીનું એલાન કર્યું હતું જોકે કોંગ્રેસ આગેવાનો તાળાબંધી કરી શક્યા ના હતા અને આવેદન પાઠવી પરત ફર્યા હતા
   મોરબી નગરપાલિકામાં ભાજપનું સ્પષ્ટ બહુમતી છે ત્યારે બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય અને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો કથિત ભ્રષ્ટાચારના વિડીયો બાદ કોંગ્રેસ લડાયક મૂડમાં જોવા મળી હોય આજે નગરપાલિકા કચેરીને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું હતું જેના પગલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, રાજુ કાવર, રમેશભાઈ રબારી, મુકેશભાઈ ગામી, અમુભાઈ હુંબલ સહિતના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલયથી કાર્યકરો પાલિકા કચેરી પહોંચ્યા હતા કોંગ્રેસના એલાનને પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતું
  અને હલ્લાબોલ કરવા આવેલ કોંગ્રેસ નેતાઓને અટકાવવામાં આવ્યા હતા કોંગ્રેસે કરેલ એલાન મુજબ તાળાબંધી કરવામાં નિષ્ફળ રહ્યા હતા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ગેટ બહાર જ અટકાવ્યા હતા અને કેટલાક આગેવાનોને અંદર પ્રવેશ આપતા આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું અને પરત ફર્યા હતા.

(10:32 pm IST)