Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સોમનાથમા ત્રિવેણી સંગમ ખાતે આવેલ પરસુરામ તપોભૂમિ ખાતે સ્મશાનમા ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી રીપેરીંગ કરાઈ

સ્મશાનમા આવેલ ગેસ આધારિત ભઠ્ઠી ત્રણ થી ચાર દિવસમા રીપેરીંગ થઈ જશે

પ્રભાસ પાટણ:સોમનાથ ખાતે પરસુરામ તપોભૂમિ ખાતે પ્રાચીન સ્મશાન આવેલ છે ત્યાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી આવેલ છે જે અઠવાડિયા થી બંધ હાલતમાં હતી આ બાબતે સ્મશાન મા સેવા કરતા કોળી સમાજ ના પૂર્વ પટેલ જેશલભાઇ ભરડા દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવેલ અને નગરપાલિકા દ્વારા સ્મશાન ભઠ્ઠી રીપેરીંગ કરવા ગોડલથી કારીગરો રીપેરીંગ કરી રહેલ અને જેશલભાઇ ભરડા સતત દેખરેખ રખી રહેલ છે

   આ બાબતે જેશલ ભાઈ ભરડાએ જણાવેલ કે ચોમાસું શરૂ થવાનુ છે જેથી આ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી નુ મેન્ટનશ કરવુ જરૂરી હતું કારણ કે ચોમાસામાં વરસાદ ચાલુ હોય ત્યારે બહાર મૃતકને બાળવામા મુશ્કેલી પડે જેથી આ ભઠ્ઠી રીપેરીંગ થઈ જાય જેથી લોકોને રાહત મળે સોમનાથ સ્મશાન મા વેરાવળ પાટણ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મૃતકને લાવવામાં આવે છે જેથી દિવસ ભર સ્મશાનમા ઘસારો જોવા મળે છે આ સ્મશાનમા આવેલ ગેસ આધારિત ભઠ્ઠી ત્રણ થી ચાર દિવસમા રીપેરીંગ થઈ જશે

     જેશલ ભાઈ ભરડા   કોરોના કાળ થી સ્મશાન મા સેવા આપી રહયા છે અને કોરોના કાળ મા જ્યારે કોરના મા મૃત્યુ થયેલ વ્યકિત ને તેમના પરીવાર જનો પણ ડરતા ત્યારે જેશલ ભાઈ ભરડા અને તેમની ટીમ દ્વારા આખા કોરોના કાળ મા મૃત્યુ પામેલા તમામ ને અગ્નિદાહ આપવામાં આવેલ આમ તેઓએ ખૂબજ સુંદર સેવા આપી હતી અને અત્યારે પણ તેવો સેવા આપી રહયા છે

તસ્વીરમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી રીપેરીંગ થઈ રહેલ છે ત્યાં દેખરેખ રાખતા જેશલભાઇ ભરડા નજરે પડે છે

(11:04 pm IST)