Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીના સાહસિક યુવાને માઈનસ ૨ ડીગ્રી તાપમાનમાં ૧૫,૮૦૦ ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો.

સાહસિક યુવાન અજય કાનેટિયાને માઉન્ટ એવરેસ્ટ શીખર સર કરનાર અવિનાશ નેગી દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા

મોરબીના સાહસિક યુવાન અજય કાનેટીયાએ માઇનસ 2 ડિગ્રી તાપમાનમાં 15800 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો જે બદલ માઉન્ટ એવરેસ્ટ શીખર સર કરનાર અવિનાશ નેગી દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
અજય કાનેટીયા એ ABVIMAS (Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports) માં ૧ જૂનના રોજ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ માટે એડમિશન લીધું હતું અને જણાવ્યા અનુસાર એ આ રીતની સાહસિકતા વારંવાર કરતા હોય છે. અજય Invincible NGO સંસ્થા માં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે. Invincible NGO આ પ્રકારની એડવેન્ચર પ્રવૃત્તિઓ કરાવી રહી છે. અજય એ અગાઉ પણ 2020 માં 16,400 ફૂટ ની ઊંચાઈ નું માઉન્ટ જગતસુખ શીખર સર કરેલ છે તથા 2022 માં Best Volunteer એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
આ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સમા 28 દિવસની તાલીમ હોય છે અને આ તાલીમમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમકે Ice craft,Rock craft અને Snow craft. આ તાલીમ દરમ્યાન માઇનસ 2 ડીગ્રી તાપમાન માં 15,800 ફૂટની ઊંચાઈએ સીતીધાર બેઝ કેમ્પ પર તિરંગો લહેરાવ્યો‌ અને મોરબી નું ગૌરવ વધાર્યું. આ પ્રવૃત્તિઓ બદલ અજય કાનેટિયાને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર અવિનાશ નેગીએ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા જે યુવાને મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે.

(11:06 pm IST)