Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સુરેન્દ્રનગરમાં કલેકટર ઓફિસ સામે છેલ્લા ૨૨ દિવસથી ઉપવાસ પર બેઠેલા સાત કર્મચારીઓએ ઇચ્છામૃત્યુ માંગ્યું

વૈશ્વિક મહામારીમાં ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવનાર સફાઈ કર્મચારીઓને કોરોના સંક્રમણ અટકતા છૂટા કરી દેવાતા ઉપવાસ આંદોલન પર ઉતર્યા : પ્રશ્નનો નિવેડો ન આવતા ઇચ્છા મૃત્યુની માંગ કરી

વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર કલેકટર ઓફિસ સામે છેલ્લા ૨૨ દિવસથી ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા સાત કર્મચારીઓએ રાજયના મુખ્યમંત્રી અને રાજયપાલ સામે ઇચ્છામૃત્યુની માગણી કરી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવનાર સફાઈ કર્મચારીઓને કોરોના સંક્રમણ અટકતા છૂટા કરી દેવામાં આવ્યા છે.જેને લઈને કામ પર પરત લેવા માટે છેલ્લા ૨૨ દિવસથી કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે તે છતાં કોઈ પ્રશ્નનો નિવેડો ન આવતાં આજે ઇચ્છામૃત્યુની માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ બિલકુલ પણ એ હાલમાં કાબૂમાં છે તેવા સંજોગોમાં આજથી બે માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ એટલી હદે વધ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર માટે જગ્યા ન હતી તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવનારા આઉટસોર્સિંગના વર્ગ-૪ના કર્મચારીઓ દ્વારા સારી એવી કામગીરી કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવી હતી.

ત્યારે આઉટસોર્સિંગ વર્ગ-૪ના કર્મચારીઓ સતત ગાંધી હોસ્પિટલમાં ૧૨ કલાક સુધી પોતાની ફરજ ઉપર કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓની વચ્ચે અડીખમ રહેતા હતા અને દર્દીઓને સારવાર માટેનો ઈલાજ માટેની વ્યવસ્થા ઉભી કરતા હતા ત્યારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાંથી આવા કર્મચારીઓને છૂટા કરવામાં આવતાં હાલમાં કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર છ દર્દીઓ સારવાર લેતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આઉટસોર્સિંગ માં ફરજ બજાવતા વધારાના કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે જેને લઇને કોરોના ની વૈશ્વિક મહામારી માં પણ ફરજ બજાવતાં કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા તેમને રોષની લાગણી વ્યાપી જવા પામી હતી અને તે પોતે ગાંધી હોસ્પિટલ બહાર જ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા પરંતુ ત્યાંથી અધિકારીઓ દ્વારા આ મામલે કોઇપણ જાતના એકશન લેવામાં ન આવતા તે કલેકટર ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા.

ત્યારે છેલ્લા ૨૨ દિવસથી જિલ્લાની કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર ઉતર્યા છે પરંતુ તેમના પ્રશ્ન અને ન્યાય ન મળતાં આ કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કોરોના વૈશ્વિક મહામારી માં ફરજ બજાવતા અને હાલની પરિસ્થિતિમાં છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા છેલ્લા ૨૨ દિવસથી ઉપવાલ આંદોલન કરી રહેલા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના આઉટ સોર્સીંગ વર્ગ-૪ના સાત કર્મચારીઓને ન્યાય ન મળતા આજે રાજયના મુખ્યમંત્રી અને રાજયપાલ પાસે ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગ છે.

(12:57 pm IST)