Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ધોરાજી આદર્શ એજ્‍યુકેશન સોસાયટી દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી

 

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૨૮ :. આદર્શ એજ્‍યુકેશન સોસાયટી તરફથી કારગીલ વિજય દિવસ નિમિતે સેના એવોર્ડ અને શૌર્ય ચક્ર વિજેતા રાજેશ સિંગ કે જેઓ હાલ ૮ ગુજરાત બટાલિયન એનસીસી-જૂનાગઢના કમાન્‍ડીંગ ઓફિસર પણ છે, તેમના માર્ગદર્શન આયોજન કરવામાં આવેલ હતું.

સ્‍વાગત પ્રવચન સંસ્‍થાના ભાવેશભાઈ ખાનપરાએ કરેલું, ત્‍યાર બાદ ઓલ્‍ડ એનસીસી એસોસીએશન તેમનુ એએનએન ચાલે છે તેમના સ્‍થાપક હિરેનભાઈ વ્‍યાસ તરફથી આખુ કારગિલ યુદ્ધ પૂર્વભૂમિકા બાંધી અને સૌથી વધુ માર્ગદર્શન કર્નલ રાજેશ સિંગ તરફથી આપવામાં આવેલ હતું.

વિષમ પરિસ્‍થિતિમાં સૈનિકો યુદ્ધ માટે સજ્જ હતા. જેમ કે ૧૬૦૦૦ ફુટ સીધુ જ ચડવાનું રોક કલયમીંગ કરવાનુ સાથે ૩૫થી ૪૦ કિલો જેટલુ વજન હોય તેમણ્‍ે પોતાનુ પીવાનું પાણી, પોતાનો ખાવાનો ખોરાક જ્‍યાં સુધી જીવવાની છે, લડવાનું છે, ત્રણ દિવસ, ચાર દિવસ અને એનાથી વધારે પોતાના હથિયારો, ગોળી આ બધુ લઈને જાવ કારણ કે પાછળથી સપ્‍લાય નથી આવવાની, એના વચ્‍ચે ફાયરીંગ ચાલુ હોય, એક કેપ્‍ટન વિવેક શહીદ થયા પાકિસ્‍તાને એટલી હદે હરામખોરી કરી કે ૨૦ દિવસ સુધી તેમને મૃત શરીર પણ કોઈ લેવા ન આવી શકે એ રીતે ફાયરીંગ કરતા, આ રીતે ઘાયલ થઈ હોય તો તેમની પણ સારવારમાં વાર લાગે પણ પાછળથી કોઈ સહાય મળતી નથી.

સેનાથી જવું હોય તો તેની આકરી ટ્રેનિંગ એનાથી ન બીવુ જોઈએ ત્રણ વસ્‍તુ જરૂરી છે. ઈંગ્‍લીશ, જનરલ નોલેજ અને કરંટ અફેર આ ત્રણમાં તમે મહેર હો અને તમારી ઈચ્‍છાશકિત માનસિક શકિત હોય તો કોઈપણ તાલીમ પુરી કરી શકાય છે અને એમની સામે ત્રણ વસ્‍તુથી શકય હોય ત્‍યાં સુધી વોટ્‍સએપ, ફેસબુક અને ઈન્‍સ્‍ટાગ્રામથી દૂર રહેવા સલાહ આપી હતી.

આભારવિધિના આદર્શ એજ્‍યુકેશન સોસાયટીના મિલનભાઈ વાગડિયા એ કરી હતી. સોસાયટીના ટ્રસ્‍ટી પરાગભાઈએ શુભેચ્‍છા પાઠવી હતી.

(10:12 am IST)