Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા-પવનનાં સૂસવાટા સાથે હળવા ઝાપટા

વરસાદનું જોર ઘટયુઃ મિશ્ર હવામાન યથાવત

ગોંડલ : ગોંડલમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે અને વાદળછાયુ વાતાવરણ છવાયેલુ છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન માત્ર પ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા છે. પવનના કારણે ગરમીમાં રાહત મળી છે

જો કે મિશ્ર હવામાનનો માહોલ છવાયેલો રહ્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

લીલીયા     ર મી. મી.

કચ્છ

માંડવી      ર મી. મી.

ગીર સોમનાથ

ઉના ર મી. મી.

કોડીનાર     ર મી. મી.

જામનગર

જામજોધપુર    ૧ મી. મી.

(11:36 am IST)