Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ સેલના કન્વીનર સહ-કન્વીનરની વરણી

રાજકોટ તા. ર૮: રાજકોટ જીલ્લાના વિવિધ સેલના કન્વીનર તથા સહ-કન્વીનરની વરણી કરવામાં આવેલ છે. જેમાં, લીગલ સેલ (વિધિ)ના કન્વીનર નિલયભાઇ ડેડાણીયા તથા સહ કન્વીનર નીતિનભાઇ સગપરીયા, ચિકિત્સા સેલના કન્વીનર ડો. દીપકભાઇ પીપળીયા તથા સહ-કન્વીનર ઉત્પલભાઇ ભટ્ટ, સહકારિતા સેલના કન્વીનર ભાગ્યેશભાઇ વોરા તથા સહ-કન્વીનર રીન્કુભાઇ મૈયડ વરણી થયેલ.

જયારે વ્યાવસાયિક સેલના કન્વીનર સતીશભાઇ ભીમજીયાણી તથા સહ-કન્વીનર જયપાલસિંહ ઝાલા, આર્થિક સેલના કન્વીનર રામભાઇ બરછા તથા સહ-કન્વીનર ડેનીશભાઇ હદવાણી, વ્યાપાર સેલના કન્વીનર દીપકભાઇ મદલાણી તથા સહ-કન્વીનર પરેશભાઇ સાવલીયા, સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલનભાઇ કોઠારી તથા સહ-કન્વીનર વિજયભાઇ કારીયા, શિક્ષક સેલના કન્વીનર ડો. બીપીનભાઇ સાવલિયા તથા સહ-કન્વીનર નીલમભાઇ વિનુભાઇ કાલરીયાની વરણી થયેલ.

જયારે બુદ્ધિજીવી સેલના કન્વીનર રાજેન્દ્રભાઇ ધારૈયા તથા સહ-કન્વીનર જીતુભાઇ જોશી, પૂર્વ સૈનિક સેલના કન્વીનર ગોરધનભાઇ વઘાસીયા તથા સહ-કન્વીનર સુરેશભાઇ અમીપરા, બુનકર (વણાટકામ) સેલના કન્વીનર નારણભાઇ માણસુરભાઇ ગોગીયા તથા સહ-કન્વીનર ધીરૂભાઇ આણંદભાઇ ગોગીયા, સફાઇ કામદાર સેલના કન્વીનર રામજીભાઇ વાઘેલા તથા સહ-કન્વીનર લાલજીભાઇ વાઘેલા, માલધારી સેલના કન્વીનર વિજયભાઇ ગમારા તથા સહ-કન્વીનર ઘુઘાભાઇ રાતડિયા, રમત-ગમત સેલના કન્વીનર કનકસિંહ પી. ઝાલા તથા સહ-કન્વીનર પીયુષભાઇ પટેલ, સી. એ. સેલના કન્વીનર વિનયભાઇ સાકરિયા તથા સહ-કન્વીનર કાર્તિકભાઇ પાનસુરીયા, ગૌ સંવર્ધન સેલના કન્વીનર રજનીભાઇ સખીયા તથા સહ-કન્વીનર વસંતભાઇ બાંભણીયા વરણી કરવામાં આવી છે.

ઉપરોકત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદશ્રીઓ મોહનભાઇ કુંડારિયા તથા રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રીશ્રીઓ જયેશભાઇ રાદડિયા તથા કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્યો શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયાએ નવનિયુકત જીલ્લાના વિવિધ સેલના કન્વીનર તથા સહ-કન્વીનરને શુભેચ્છાઓ પાઠવી છે. 

(11:38 am IST)