Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કુંવરજીભાઇની અધ્યક્ષતામાં જસદણ/વિંછીયા તાલુકા-શહેર કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ

અરજદારોએ જે તે વિભાગને લગત પ્રશ્નો બે નકલમાં સાથે લાવવાના રહેશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ર૭: જસદણ/વિંછીયા તાલુકા શહેરના નાગરીકોના પ્રશ્નોનું ન્યાયીક તેમજ અસરકારક રીતે તાલુકા મથકેથી જ નિરાકરણ કરવામાં આવે તેવા હેતુસર ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.ર૯-૭ને ગુરૂવારના રોજ રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવશે.

જસદણ તાલુકા-શહેર માટે તા.ર૯-૭-ર૧ના રોજ તાલુકાના અરજદારો માટે સવારના ૧૦.૩૦ કલાકે અને શહેરના અરજદારો માટે બપોરના ૧ર.૩૦ કલાકે  પ્રાંત કચેરી ખાતે યોજવામાં આવશે જેમાં ગ્રામ્ય-તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં (જે તે વિભાગ માટે) પુરાવા સાથે સાથે લાવવાની રહેશે.

અરજી કરતા પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી, ગ્રામસેવક, ટી.ડી.ઓ.,  મામલતદાર, પ્રાંત અધિકારીશ્રીઓને અરજી કરી હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય જે પ્રશ્નો માટે અરજી કરી હોય તેની નકલ સાથે રજુ કરવાની રહેશે.

કાર્યક્રમમાં પ્રાંત કચેરી તાલુકા પંચાયત, મામલતદાર, માર્ગ અને મકાન, સિંચાઇ, એસ.ટી. વિજળી સહીતના વિભાગને લગત અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકશે નહી જેની જસદણ/વિંછીયા તાલુકા-શહેરના પ્રશ્નકર્તાઓએ કાળજી રાખવાની રહેશે.

કાર્યક્રમ દરમ્યાન કોરોનાની ગાઇડ લાઇનનું અધિકારીઓએ/અરજદારોએ ચુસ્તપણેે પાલન કરવાનુ઼ રહેશે.

(11:41 am IST)