Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગોંડલમાં ગુરૂપૂર્ણિમા પર્વએ વૃક્ષારોપણ-પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટીકનું વિતરણ

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા. ૨૮ :. ગુરૂપૂર્ણિમાના અવસર પર વૃક્ષારોપણ તથા પ્રજ્ઞાચક્ષુને સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયુ હતું.પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીના આશિર્વાદથી માનવતાનો સેવાયજ્ઞ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ દ્વારા વૃક્ષારોપણ તથા પ્રથમ ગુરૂપૂજન તથા કેસર સ્નાન ત્યાર બાદ હરીયાળુ ગોંડલના સંયુકત ઉપક્રમે તથા સાંસદ ધડુકના પુત્ર નૈમીષભાઈ તથા પ્રજ્ઞાચક્ષુને સ્માર્ટ સ્ટીક વિતરણ તથા તુલસીજીના રોપ કુંડા સહિત વિતરણ કરેલ. વીવાયઓ ગોંડલ ત્રણેય વિંગના મેમ્બર હાજર રહેલ તેમ વીવાયઓ પ્રચારક કિશોરભાઈ સોમૈયાની યાદીમાં જણાવ્યુ છે.

(11:42 am IST)