Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ઉપલેટાના ખારચીયાથી મેરવદરનો રોડ અતિ બીસ્મારઃ વહેલી તકે રીપેર કરવા માગણી

ઢાંક તા. ર૮ :.. ઉપલેટા તાલુકાના ખારચીયાથી મેરવદર સુધીનાં માર્ગમાં અનેક ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે માર્ગ એટલી હદે ખરાબ થઇ ગયો છે કે વાહનમાં પંચર પડી જતાં રસ્તામાં પંચરની સુવિધા પણ ન હોવાથી ચાલીને જવાની ફરજ પડે છે.

ખારચીયાથી મેરવદર સુધીનો માર્ગ રાજકોટ તથા જામનગર બન્ને જીલ્લામાં જવા આવવા માટેનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ખારચીયા ચરેલીયા, રાજપરા, ઢાંક, અને મેરવદર એમ પાંચ ગામોને જોડતો એક માત્ર માર્ગ છે. તેમજ ગાયત્રી આશ્રમ અને ગણેશ મંદિરે દર્શને આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. અહીંના સ્થાનીક લોકોને રોજ આ માર્ગથી પસાર થતા કંટાળો આવે છે પણ દર્શને આવતા શ્રધ્ધાળુઓ પણ આ માર્ગથી કંટાળી જાય છે. ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી માર્ગમાં પાણી ભરાઇ જવાથી ખાડો કેટલો ઊંડો છે તેનો પણ ખ્યાલ આવતો નથી. એટલી ખરાબ સ્તીથી રોડની થઇ ગઇ છે. માટે કોઇ મોટો અકસ્માત સર્જાય કોઇ જાનહાની થાય તે પહેલા તંત્ર વહેલી તકે જાગે અને ખારચીયાથી મેરવદર સુધીનો માર્ગ વહેલામાં વહેલી તકે મંજૂર કરવામાં આવે તેવી લોક માંગ ઊઠી રહી છે.

(11:42 am IST)