Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ચોરવાડ : લાડુડી દેવના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત

 માળીયાહાટીના : આગેવાનો લક્ષ્મણભાઇ યાદવ, દિલીપભાઇ સિસોદીયા, ડાયાભાઇ જોરા, બાલુભાઇ પિથીયા, રમેશભાઇ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ સહિતના માળીયાતાલુકા ભાજપના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇને રૂબરૂ મળી રજૂઆતો કરી છે. જેમાં માળીયાતાલુકાના લાડુડી અને દેવગામ પાસે આંબા કુઇ ડેમનો સૌની યોજનામાં સમાવેશ નથી પણ આ ડેમની બાજુમાંથી સૌની યોજનાની પાઇપલાઇન નીકળે છે. આ પાઇપલાઇનમાંથી તાલાલાના હિરણ ડેમને પાણી અપાઇ છે. આ પાઇપલાઇન આંબાકુઇ ડેમની બાજુથી નીકળે છે. તો આ સૌનીની પાઇપલાઇનમાંથી આંબા કુઇ ડેમના પાણી આપવામાં આવે તો આસપાસના ૧૫ થી પણ વધારે ગામડાઓના લોકોને ખેડૂતોને ફાયદો થાય તો આ સૌની પાઇપલાઇનમાંથી આંબા કુઇ ડેમમાં પાણી આપવા માંગણી કરી છે. ચોરવાડની પીજીવીસીએલની સબ ડીવીઝન કચેરી નીચે ૪૨ થી પણ વધારે ગામડા આવે છે. જેથી ત્યા કામનું મોટા પ્રમાણમાં કામનું ભારણ રહે છે તો આ કચેરીના કામનું ભારણ ઓછુ કરવા માટે બીજી સબ ડીવીઝન કચેરીઓ રાસા ગીર ખાતે ખોલવામાં આવે એવી રજૂઆતો કરી હતી તે તસ્વીર.

(11:45 am IST)