Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જોડીયા કિશાન તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ

ધ્રોલ, તા., ર૮: જોડીયા તાલુકાની સહકારી સંસ્થા કિશાન  તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ લી. ના હોદેદારોની ચુંટણી મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

આ ચુંટણીમાં  કિશાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ  તરીકે જીવણભાઇ કારૂભાઇ કુંભરવાડીયા અને ઉપપ્રમુખ તરીકે મોમૈયાજી બેચરાજી જાડેજાની  સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. આ કામગીરી પ્રસંગે સંઘના તમામ ચુંટાયેલા સદસ્યો હાજર રહયા હતા.

(11:47 am IST)