Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગુજરાતમાં ૫૦ ઘરફોડ ચોરી કરનાર ગેંગ વેરાવળમાંથી ઝડપાઇ

વડોદરાના ચાચા નહેરૂનગરમાં ૧૬૭ જેટલા આરોપીઓ રહેતા હોય તે ગુજરાત ભરમાં ચોરી કરતા હોય જેથી કરોડો રૂપીયાની ચોરીના ભેદો ઉકેલાશેઃ આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ પાસામાંથી છુટીને તુરતજ ઘરફોડ ચોરીઓ કરતા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં પોલીસે ઘરફોડ ચોરીનાં ૫૦ ગુન્હામાં સંડોવાયેલ ગેંગને ઝડપી પાડેલ છે.

સીરીયલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરતી કુખ્યાત સીકલીગર ગેન્ગના સાગરીતોને પકડી પાડી વેરાવળ શહેરના ૪ તથા તાલાલા શહેરના પ ઘરોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હા ગીર સોમનાથ પોલીસે ડીટેકટ કર્યા છે.

આ કામે ફરીયાદની ટુંક હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી શ્રી પંકજકુમાર વાલ્મીકીપ્રસાદ શર્મા રહે.વેરાવળ, શિવજીનગર વાળાએ જાહેર કરેલ કે, ગઇ તા.૨૦/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રીના પોતાના બંધ મકાનના તાળા તોડી મકાનમાંથી કોઇ અજાણ્યા આરોપીઓએ કી.રૂ.૯૦,૦૦૦/-(અંકે રૂ.નેવુ હજાર પુરા) ના સોનાના ઘરેણાની ચોરી કરી લઇ ગયેલ તેમજ વેરાવળ શહેરમાં અન્ય ૪ જગ્યાએ પણ એક જ રાતમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થયેલ હોવાની હકીકત વાળી ફરીયાદ આપતા ઉપરોકત વિગતે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૧૦૫૧૫/૨૦૨૧ ઇ.પી. કો.ક.૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ સદર બનાવના બીજા દિવસે તાલાળા પો.સ્ટે. વિસ્તારમાં પણ જુદા જુદા પ ઘરફોડ ચોરીના બનાવ બનેલની હકીકત બહાર આવેલ.

જેથી ઉપરોકત દ્યરફોડ ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ આવા સીરીયલ દ્યરફોડ ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસીંગ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને

વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પરમાર નાઓએ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એચ.બી.મુસાર તથા PSI આર.એચ.સુવા તથા PSI બી.એન.મોઢવાડીયા તથા તાલાળા પો.સ્ટે. ના PSI શ્રી એમ. કે મકવાણા તથા વેરાવળ સર્વેલન્સ સ્ટાફ તેમજ ગીર સોમનાથ એલ.સી.બી. સ્ટાફ વિગીરે નાઓની જુદી જુદી ટીમો બનાવી દરેક ટીમને અલગ-અલગ કામ સોંપવામાં આવેલ અને હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા બનાવ વાળી જગ્યાની આજુબાજુના વિસ્તારમાં જીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવેલ અને આ ગુનાના કામે એક ફોર્ડ ફીગો કાર શંકાસ્પદ જણાય આવતા આ કારના આવવા જવાના રૂટના સીસીટીવી ફુટેજ તપાસવા માટે જુદી જુદી ટીમો કામે લગાડેલ અને દરેક ટીમને અલગ-અલગ વિસ્તારો વહેચી દઇ એક બીજાના કોઓર્ડીનેશનમાં રહી કામગીરી કરવા જણાવવામાં આવેલ હતુ. આ ટીમો ધ્વારા ગુના વાળી જગ્યાની આસ-પાસ અલગ-અલગ દીશામાં આશરે પ૦ કીમી થી વધુ વિસ્તારને ખુંદી નાખેલ અને સમગ્ર ટીમો ધ્વારા એકત્રીત કરેલ ડેટા તથા મોબાઇલ ફોન ટાવરની વિગતો આધારે વેરાવળ સર્વેલન્સ સ્ટાફના HC નટુભા તથા તાલાળા પો.સ્ટે.ના ASI લાલજીભાઇ નાઓએ સીસીટીવી ફુટેજ ચકાસી સરદહું શંકાસ્પદ ફોર્ડ ફીગો કાર ના અસ્પષ્ટ નંબર શોધી કાઢેલ જે પરથી સંભવીત નંબરોની યાદી બનાવી તપાસ કરતા આ ફીગો રજી નંબર જીજે-૦૬-ઇએચ-૯૨૯૦ ની કાર હોવાનું જણાવતા સદરહું કાર બાબતે આરટીઓ ખાતેથી માહીતી મેળવતા સદરહું કારના માલિક વિરકોરબેન વા/ઓ મદનસીંગ સીકલીગર રહે.વડોદરા, ચાચા નહેરૂ નગર વાળા હોવાનું જણાય આવેલ જેથી કાર માલીક તેમજ તેના પતિ મદનસીંગ સીકલીગર બાબતે પોકેટ કોપની મદદથી માહીતી મેળવતા મજકુર કાર માલીકના પતિ મદનસીંગ વડોદરા શહેરના જુદા જુદા પો.સ્ટે. ના દ્યરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલની હકીકત જણાય આવતા સદરહું શકદાર ઇસમ મદનસીંગ બાબતે વડોદરા ખાતે તપાસ કરવા સારૂ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી આર.એચ.સુવાને વેરાવળ સીટી તથા એલ.સી.બી.ગીર સોમનાથના સ્ટાફ સાથે વડોદરા ખાતે તપાસમાં રવાના કરેલ અને તેઓશ્રીએ આ શકમંદ ફોર્ડ ફીગો કાર તથા શકદાર ઇસમ મદનસીંગને વડોદરા ખાતેથી પકડી પાડી આગવી ઢબે પુછપરછ કરતા વેરાવળ તથા તાલાળા પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હાની કબુલાત આપેલ અને આ ગુન્હા આચરવામાં પોતાના અન્ય સાગરીતો (૧) જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ ઉર્ફે જોગી સ./ઓ. સંતોકસીંગ જ્ઞાનસીંગ ભૌંડ રહે.ભરૂચ તથા (૨)ગુરૂમુખસીંગ નેપાલસીંગ જુણી રહે.વડોદરા તથા (૩) હરદયાલસીંગ ઉર્ફે અર્જુનસીંગ સ./ઓ. જોગીંદરસીંગ કરનસીંગ તીલપીતીયા રહે.મેંદરડા વાળાઓ સાથે હોવાની હકીકત જણાવતા જેઓ ચારેયને પુછપરછ માટે વેરાવળ પો.સ્ટે. લઇ આવી વેરાવળ સીટી પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ આગવી ઢબે પુછપરછ કરતા તા.૨૦/૦૭/૨૦૨૧ ના રાત્રીના વેરાવળ શહેર માં બનેલ તથા તા.૨૧/૦૭/૨૦૨૧ ના રાત્રીના તાલાળા શહેરમાં બનેલ સીરીયલ દ્યરફોડ ચોરીના ગુન્હાઓની મજકુર ઇસમોએ કબુલાત આપતા મજકુર ઇસમોને વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૧૦૫૧૫/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબના ગુન્હાના કામે તા.૨૭/૦૭/૨૦૨૧ ના રોજ ધોરણસર અટક કરેલ છે.

આ કામના આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ ફોર્ડ ફીગો કાર તથા ગુના વખતે વાપરેલ મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવેલ છે. આ ગુનાના કામે વપરાયેલ હથિયારો તથા આ ગુનાની ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરવા માટે આ કામના આરોપીઓના રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસઃ- (૧)હરજીતસીંગ ઉર્ફે મદનસીંગ ચરણસીંગ દુધાણી (સીકલીગર) રહે.બરોડા વાળાઓ વિરૂધ્ધ વડોદરા શહેરના જુદા જુદા પો.સ્ટે.માં પ (પાંચ) દ્યરફોડ ચોરીના ગુન્હાઓ નોંધાયેલ છે.(૨) જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ ઉર્ફે જોગી સ/ઓ સંતોકસીંગ જ્ઞાનસીંગ ભૌંડ (સીકલીગર) રહે.મું.ભરૂચ, વાળાઓ વિરૂધ્ધ વડોદરા શહેર, આણંદ, ભરૂચ તથા અમદાવાદ શહેરોમાં કુલ ૧૮ દ્યરફોડ ચોરીના ગુન્હાઓ નોંધાયેલા છે. (૩) ગુરૂમુખસીંગ નેપાલસીંગ જુણી (સીકલીગર) રહે.બરોડા વાળાઓ વિરૂધ્ધ વડોદરા તથા સુરત શહેરમાં કુલ ૧૩ દ્યરફોડ ચોરી તેમજ જુગારધારાના ગુન્હાઓ નોંધાયેલ છે. (૪) હરદયાલસીંગ ઉર્ફે અર્જુનસીંગ સ/ઓ જોગીંદરસીંગ કરશનસીંગ તીલપીતીયા રહે.મેંદરડા વાળાઓ વિરૂધ્ધ માણાવદર પો.સ્ટે.માં ૧ દ્યરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે.

તેમજ સદરહું સીકલીગર ગેંગના સાગરીતો દ્રારા અન્ય ૩૦ જેટલી દ્યરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરેલા છે. અને મજકુરો પાસા હેઠળ જેલમાં જઇ આવેલા છે.

કામગીરી કરનાર ટીમ- વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી ડી.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એચ.બી.મુસાર તથા PSI બી.એન.મોઢવાડીયા તથા PSI આર.એચ.સુવા તથા તાલાળા પો.સ્ટે.ના PSI શ્રી એમ.કે.મકવાણા તથા ASI લાલજીભાઇ બાંભણીયા તથા એલ.સી.બી.ગીર સોમનાથના ASI અજીતસીંહ પરમાર તથા HC નરેન્દ્રભાઇ પટાટ તથા વેરાવળ સીટી પો.સ્ટે. ના ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ગીરીશભાઇ વાઢેર તથા HC નટુભા બસીયા તથા HC મયુરભાઇ વાજા તથા HC સુનિલભાઇ સોલંકી તથા HC અરજણભાઇ ભાદરકા તથા PC પ્રદિપસિંહ ખેર તથા કમલેશભાઇ ચાવડા તથા અશોકભાઇ મોરી તથા પ્રવિણભાઇ બાંભણીયા તથા રોહિતભાઇ ઝાલા તથા લખમણભાઇ ચાવડા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

(12:50 pm IST)