Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જેતપુરની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય શખ્સને ર૦ વર્ષની સજા રૂ.પ૦૦૦નો દંડ ફટકારતી કોર્ટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૮:  જેતપુર પંથકની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે લગ્નની લાલચ આપી મુળ યુપીનો શખ્સ સંતોષ ગવાલા ભગાડી ગયો હોય તે મતલબની ફરીયાદ  જેતપુર શહેર પોલીસમાં સગીરાના પિતાએ  નોંધાવેલ. જે અંગેનો કેસ ગઇકાલે શહેરની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે એડી. પી.પી.કેતનભાઇ પંડયાએ તમામ આધાર પુરાવાઓ સાથે ધારદાર દલીલ કરી આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેવી માંગણી કરતા સ્પેશીયલ જજ (પોકસો) રામકુમાર ચૌધરી સાહેબેે આરોપી સંતોષ ઉર્ફે ગોવિંદ મદાતમ ગ્વાલાને કસુરવાર ઠેરાવી ર૦ વર્ષની જેલની સજા તેમજ રૂ.પ૦૦૦ રોકડનો દંડ ફટકારેલ જો રોકડા રૂ.પ૦૦૦ ન ભરે તો ૬ માસની વધુ જેલની સજા ફટકારેલ છે. 

(12:50 pm IST)