Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જેતપુરમાં સોશ્યલ મીડીયામાં અયોગ્ય પોસ્ટનાં વિરોધમાં આવેદન પત્ર પાઠવીને પગલા ભરવા માંગણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૮:  જેતપુરમાં સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે ખાંટ રાજપૂત સમાજને સોશ્યલ મિડિયામાં ઉતારી પાડવાના આક્ષેપ સાથે એક આવેદન આપ્યું હતું, રાજપૂત સમાજના આગેવાન એવા વજુભાઇ વાળા તેમજ માવજીભાઈ ડોડીયાની આગેવાનીમાં રાજપૂત સમાજના અઢારે ફીરકાને સાથે રાખીને માં ભવાની માતાજીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી હતી,ખાંટ રાજપૂત સમાજ દ્વારા જણાવ્યું હતું કે માં ભવાની માતાજીનું મંદિર બનવું તે સમસ્ત રાજપૂત સમાજ માટે ગૌરવની વાત છે પરંતુ તમામ રાજપૂત સમાજને એક કરવાના નેક અભિગમને ઉતારી પાડવા અને રાજપૂત સમાજના ભાગલા પાડવા માટે અમુક સમાજ વિરોધી આવારા તત્વોએ ખાંટ રાજપૂત સમાજ તેમજ ખવાસ સમાજ તથા સોરઠીયા સમાજને ઉતારી પાડતી ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી હતી તેમજ અકિલા સાંધ્ય દૈનિક પેપરના હેડિંગનો ખોટો ઉપયોગ કરીને લખ્યું હતું કે ખાંટ રાજપૂત સમાજ અને ખવાસ સમાજ અને સોરઠીયા સમાજને અણીશુદ્ધ રાજપૂત સમાજ નથી તો તેને આ બની રહેલ માં ભવાની માતાજીના મંદિરમાં સાથે ન રાખવા,આવી રીતે સમસ્ત રાજપૂત સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના અને અલગ પાડવાના મલિન ઈરાદા સાથે કરવામાં આવેલ પોસ્ટને લઈને સમસ્ત ખાંટ રાજપૂત સમાજના લોકોની લાગણી દુભાઈ હતી જેમને લઈને આજે જેતપુર, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, મેંદરડા, વિસાવદર ભેસાણ, ગોંડલ, કેશોદ, સહિતના શહેરોમા સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરીઓમાં તેમજ કલેકટર કચેરીઓમાં તથા સાઈબર ક્રાઈમ કચેરીમાં અવેદપત્રો આપવામાં આવ્યા હતા તેમજ ખાંટ રાજપૂત યુવાશકિત સંગઠન ગુજરાત દ્વારા જેતપુર મામલતદારને તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પણ યુવાનો દ્વારા આવેદન આપ્યું હતું અને સોસીયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનાર આવારા તત્વો સામે પગલાં લેવા માંગ કરી હતી.

(12:52 pm IST)